<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

બંગાળની જીતને વધાવતું શહેર ભાજપ : આતશબાજી સાથે એકબીજાને મોં મીઠા કરાવાયા

નેતાઓ અને કાર્યકરોએ ઝાલમુરીનો નાસ્‍તો કરી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

રાજકોટ : તાજેતરમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ચૂંટણીના પ્રચાર, પ્રસાર અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંકલ્‍પ પત્ર મુજબ સમાન નાગરિક સંહિતા કાયદાકીય એકરૂપતા લાવવાનું કેન્‍દ્રનું વચન તેમજ બંગાળને ''ઘુસણખોરો'' થી જમીન મુકત કરવાનું વચન, ટીએમસી યુગના કૌભાંડોની તપાસ અને સિન્‍ડિકેટ સંસ્‍કળતિનો અંત સહિતના ્‌પ્રચાર તેમજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર બંગાળમાં સ્‍પર્ષી ગયું. મોદીજીના વચન અનુસાર ''બંગાળી મુખ્‍યમંત્રી'' ભાજપના વચન મુજબ મુખ્‍યમંત્રી ''ભૂમિપુત્ર'' (માટીનો પુત્ર) સહિતના વચનો ઉપર બંગાળી બાબુઓએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી. ભાજપના નવનિયુકત રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નિતીન નબીનના માર્ગદર્શન અને રણનીતિથી આ જીત મળી હોવાનું યાદીમાં જણાવાયું છે.

બંગાળમાં થયેલ આ જીતને વધાવવા રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઇ વાડોલિયા અને યોગેન્‍દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કિશાનપરા ચોકમાં આતશબાજી સાથે નેતા, કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈથી મોઢા મીઠા કરાવ્‍યા હતા. સૌ કોઈએ બંગાળની પ્રસિધ્‍ધ ઝાલમુરીનો નાસ્‍તો કરી વિજય ઉત્‍સવ મનાવ્‍યો હતો. આ વિજય ઉત્‍સવમાં પૂર્વ શહેર પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ જોષીપુરા, કમલેશભાઇ મીરાણી,  પ્રદેશ કારોબારી આમંત્રિત રાજુભાઈ ધ્રુવ, પૂર્વ મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ડૉ. જૈમિન ઉપાધ્‍યાય, પૂર્વ દંડક મનીષભાઇ રાડીયા, શહેર મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, કોર્પોરેટર કિશન ટીલવા, કિરણબેન હરસોડા, દક્ષાબેન વાઘેલા, કોષાધ્‍યક્ષ મયુર શાહ, પૂર્વ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, પૂર્વ ઉપાધ્‍યક્ષ રમેશ પરમાર, મહેશ રાઠોડ, તેમજ દિનેશ કારીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:48 PM IST)