<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વર્તમાનમાં ડીફેન્‍સીવ મોડમાં આવેલા ભાજપ અને પીછેહઠની આશંકામાં અથડાતું નેતૃત્‍વ કઇ દિશા તરફ ?

અંગ્રેજ કે ઝમાને કે જેલર ઓૈર ઇતની ગભરાહટ....?!?!

વર્તમાનમાં ભાજપ અને સંયુકત વિપક્ષ વચ્‍ચે ભારતીય રાજનીતીમાં તુમુલ સંગ્રામ ચાલી રહયો છે. ચુંટણી પંચ અને જ્ઞાનેશકુમારના બચાવમાં કુદી પડેલો ભાજપ ખુદ પોતે જ ડીફેન્‍સીવ મોડમાં ફસાઇ ગયાનો અહેસાસ કોઇપણ પ્રબુધ્‍ધ અને સમજદાર ઇન્‍સાનને થાય તો તે ખોટો તો નથી જ તેમ નથી લાગતુ? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર)

ઉપરોકત જગમશહુર સંવાદ તો ફીલ્‍મ  શોલેનો છે પણ હમણા દરેક વિરોધ સામે અસ્‍વસ્‍થ અને અસહાય બની વિચીત્ર પ્રતિરોધ કરવા મેદાનમાં કુદી પડતા ભાજપની મનોસ્‍થિતીને દર્શાવવા માટે પ્રતિકાત્‍મક રીતે મદદરૂપ થાય તેમ છે.

સામાન્‍ય રીતે લોકશાહીની એ તાસીર રહી છે. (ભારતમાં કે ગમે ત્‍યાં) આંદોલનો અને વિરોધ પ્રદર્શનો સતા ઉપરના પક્ષ અને સરકાર સામે થતા રહે છે. કોઇ દિવસ કોઇએ ન જોયુ કે સાંભળ્‍યુ ન હોય તેમ સત્તાધારી ભાજપ પોતાની અને ચુંટણી પંચની સફાઇમાં રસ્‍તા ઉપર ગામોગામ ઉતરી પડયો છે. પોતાનો બચાવ ભાજપ કરે તો સ્‍વાભાવિક ક્રમમાં કદાચ આવે પણ ધરાર ચુંટણી પંચ અને જ્ઞાનેશકુમારનો બચાવ પણ ‘‘કોમ્‍બો પેક''માં કરવો પડે તે શું દર્શાવે છે? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર).

દેશમાં લોકશાહી છે અને આ લોકશાહીની તાકાતના પરીણામસ્‍વરૂપ  ભાજપ સત્તામાં છે એક અણગમતુ અને તદ્‌ન સાચુ લાગે તેવું સત્‍ય એ પણ છે જ કે ભાજપ અને પ્રાદેશીક અને કેન્‍દ્રીય નેતૃત્‍વને વિરોધ સહન કરવાની અને તેનો સંતોષજનક પ્રતિરોધ કરવાની આદત લાંબા સમયથી છુટી ગઇ છે.

વાહવાહી, ચાંપલુસી, જીહજુરી, પક્ષપલ્‍ટાના આ આલમમાં આટલા મોટા સ્‍તર ઉપરનો વિરોધ ભાજપને હવે અસ્‍વસ્‍થ બનાવી રહયો છે કે અસહજ કરી રહયો છે.

જનતામાં પોતાની શાખ અને વિશ્વાસ બચાવવા કે અકબંધ રાખવા રેલીઓ કાઢવી પડે, પદયાત્રાઓ કરવી પડે અને તેનાથી વધારે અત્‍યંત પ્રીય (??) બેનરબાજી, પોસ્‍ટરબાજી ઉપર ઉતરી આવવુ પડે તે સ્‍પષ્‍ટ દર્શાવે છે કે સત્તાધીશ મિત્રો (?)નો આત્‍મવિશ્વાસ ડીસ્‍ટર્બ થઇ ગયો છે

છેલ્લે એક વાતઃ કોઈપણ આંદોલન હોય કે વિરોધ હોય પ્રજામાં તેની યથાર્થતા અંગે વિશ્‍વાસ હોવો જરૂરી છે. તે માટે સાર્થક પ્રયાસો પણ જરૂરી હોય છે. જ્‍યારે સરકારી તંત્ર પોતે જ કાર્યક્રમો માટે ભીડ ભેગી કરવા એસટીના સંખ્‍યાબંધ રૂટ રદ કરીને ગામડે ગામડેથી ભીડ ભેગી કરવાના ‘ઉપરથી' આવેલા ટાર્ગેટ પૂરા કરવામાં વ્‍યસ્‍ત હોય ત્‍યારે લોકતંત્ર v/s ભીડતંત્રની સુફીયાણી વાતો કોણ માનશે? (કોઈ શક?)

જ્‍યારે આવી પદયાત્રા, રોડ શો, વીઆઈપી મુલાકાતો વખતના લોખંડી(?) અને ચકલુય ન ફરકે(??) તેવા બંદોબસ્‍તથી રસ્‍તા ઉપર જે અરાજકતા કલાકો સુધી રહે છે. વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જાય છે. નાગરિકોને વારંવાર મુશ્‍કેલીઓ વિના કારણે ભોગવવી પડે છે ત્‍યારે જે અરાજકતા સર્જાય છે તેનુ શું? તેના માટેના જવાબદારો જ અરાજકતા વિરોધી મોર્ચા કાઢી સુત્રોચ્‍ચાર કરે તે વધારે પડતુ નથી લાગતુ? (પોઈંટ ટુ બી નોટેડ યોર ઓનર)

ગુજરાતમાં જો વાત કરીએ તો તકલીફો, સમસ્‍યાઓ માગો તેટલી પ્રચુર માત્રામાં ઉપલબ્‍ધ છે. સત્તાસ્‍થાને બેઠેલા જીહજુરીમાં વ્‍યસ્‍ત છે અને નેતૃત્‍વ પણ મૌન છે. ઘણી વાર એવુ લાગે કે ખુદ નેતૃત્‍વને પણ આવુ (!) બધુ (!!) ગમે છે એટલે આવુ બેરોકટોક ચાલે રાખે છે ? (વિચારવા યોગ્‍ય નથી??)

પોતાનો પગ પાણા નિચે આવી જવાનો કે આવવાનો નિヘીત અહેસાસ (?) થવાથી બધા જ સંબધિતો હવે રસ્‍તા ઉપરઆવી ગયા છે. પ્રજાકીય સમસ્‍યા કે લોકોની અસલી લાગણી અને માંગણી સમજવા, જાણવા અને ઉકેલવા કોઇ દી એ.સી. ચેમ્‍બરો કે એ.સી. ગાડીઓમાંથી બહાર પગ મુકયો છે ? (ખોટી વાત કે?) એ પછી પ્રજાને પણ કોઇ રસ ન હોય તે સ્‍વાભાવિક છે.

સંબંધિતો એમ માનવાની ભુલ ન કરે કે પ્રજા તેમના આ પક્ષીય પ્રયાસ કે પક્ષીય વિરોધને દીલોજાનથી ટેકો આપી રહી છે કારણ આવા કાર્યક્રમોમાં પ્રજાકીય ભાગીદારી તો શુન્‍યવત રહી છે તે જ નગ્ન સત્‍ય છે. એક બે આવા છુટક કાર્યક્રમોયોજી પ્રાયોજીત ભીડ ભેગી કરવાથી પ્રજાકીય સમર્થન પ્રાપ્ત નથી થઇ જતુ તે પણ સત્તાધારી મિત્રોને સમજાવુ પડશે?

ગુજરાતમાં અને રાજકોટમાં પ્રકાશીત કોઇપણ સવાર કે સાંજના વર્તમાનપત્રોમાથી વાંચી જવાથી પ્રજાની સમસ્‍યા અને ‘રીયલ વેલ્‍યુપ્રોબ્‍લેમ' સમજાઇ જાય તેમ છે બાકી તો ‘જમીન લગે ફટને તો પ્રસાદ લગે બટને' જેવો આલમ અને માહોલ બને છે. પોતાના ઉપર આવી તો દોડવા લાગ્‍યા પણ પ્રજા ઉપરઆવે ત્‍યારે? શું આને આત્‍મનિર્ભર વિશ્વગુરૂ થવાની લાયકાત ગણાય? (પોઇન્‍ટ ટુ બી નોટેડ યોર ઓનર).(૨.૧૯)

આશિષ યોગેન્‍દ્ર દવે, રાજકોટ

(3:03 PM IST)