<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ભણ્‍યા એને ભાજપે ગણ્‍યાઃ ૭૨ પૈકી ૩૧ ઉમેદવારો ગ્રેજ્‍યુએટ કે તેથી વધુ ભણેલા

૪૭ જેટલા ઉમેદવારો સૌપ્રથમ વખત ચૂંટણી લડી રહયા છેઃ નવા ચહેરાઓ મોટા ભાગના ૨૭ વર્ષથી ૫૮ વર્ષના વયજુથનાઃ સૌથી નાની વયના વોર્ડનં.૩ના અજય મજોઠીયા(ઉ.વ.૨૭) અને વોર્ડનં.૧૩ના મોહિતસિંહ જાડેજા(ઉ.વ.૨૭) ઉમેદવાર

રાજકોટ, તા. ૧૪: આગમી ર૬ એપ્રિલના યોજાનાર રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપ દ્વારા યુવા, શિક્ષિત અને ઉચ્‍ચ શિક્ષિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે. પાર્ટી દ્વારા નવા ચહેરાઓને તક આપતાં આ વખતે ચૂંટણીમાં યુવાનોનો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આશરે ૪૭ જેટલા ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે, જેમાં મોટાભાગના ઉમેદવારો ૨૭ થી ૫૮ વર્ષની વયજૂથના છે. ઉમેદવારોમાં ડોક્‍ટર, વકીલ, પ્રોફેસર, એમબીએ, શિક્ષક તેમજ ગ્રેજ્‍યુએટ ઉમેદવારોનો સમાવેશ થાય છે. શિક્ષણ અને યુવાનીના સંયોજન સાથે ભાજપે વિકાસને કેન્‍દ્રમાં રાખી ચૂંટણી લડવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો છે.

ચૂંટણીમાં યુવાનોની વધતી ભાગીદારી સાથે સાથે અનુભવી નેતાઓને પણ સ્‍થાન આપવામાં આવ્‍યું છે. કેટલીક વોર્ડોમાં નવા ચહેરાઓને તક મળતાં જૂના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્‍યો હોવા છતાં પાર્ટી નેતળત્‍વે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. ૩ અને ૧૭ માં સૌથી નાની વયના ઉમેદવાર મેદાનમાં છે, જ્‍યારે ચાર થી પાંચ વોર્ડમાં સૌથી વધુ વયના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. કુલ મળીને ૩૦ વર્ષથી નીચેના ૩ ઉમેદવારો અને ૫૦ વર્ષથી ઉપરના ર૧ ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. આ વખતે મતદારો વિકાસ, પારદર્શિતા અને જવાબદારી જેવા મુદ્દાઓને મહત્‍વ આપી રહ્યા છે, જેના કારણે ચૂંટણીમાં કટોકટીની ટક્કર જોવા મળશે તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ભાજપ દ્વારા ગત શુક્રવારે મનપાના ૧૮ વોર્ડના ૭ર ઉમેદવારોની જ્ઞાતિ, અભ્‍યાસ અને ઉંમર સહિતની માહિતી આ મુજબ છે

(3:02 PM IST)