તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
પડધરી તાલૂકા પંચાયતની થોરીયાળી બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસનો સીધો જંગઃ ફોર્મ ભરવાનું પુરૂઃ કૂલ ૪૧૫૯ મતદારો

રાજકોટતા.૨૬: જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની થોરિયાળી બેઠક માટેની પેટાચૂંટણીની માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે.આ બેઠક કબજે કરવા માટે મુખ્ય બંને રાજકીય પક્ષોએ પોતાના અનુભવી ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. ભારતીય જનતા પાર્ટીના મહેશ પીપળીયા અને કોંગ્રેસે લક્ષમણ શિંગાળાને મેદાને ઉતાર્યા છે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્ર દ્વારા આ પેટાચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
થોરિયાળી બેઠક પર કુલ ૪,૧૫૯ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારો૨,૧૮૦ અને મહિલા મતદારો ૧,૯૭૯ છે.
ચૂંટણી પ્રક્રિયા માટે કુલ ૪ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી સુરક્ષાના ભાગરૂપે થોરીયાળીના ૨ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
(3:37 PM IST)










