News of Tuesday, 23rd June 2026
ભુપતભાઇ કુબાવતની રિક્ષા ચોરાઇ : સીસીટીવીમાં ઘટના કેદ થઇ ગઇ
બેડીપરામાં વાહનચોર-ઉઠાવગીરોનો ઉપાડો : બોલેરોમાંથી ટાયર પણ ચોરાયું: એક મહિનામાં રિક્ષા ચોરીના ત્રણ બનાવઃ પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૩: શહરેના બેડીપરા વિસ્તારમાં વાહનચોરોએ ઉપાડો લીધો હોય તેમ આવા બનાવો વધી ગયા છે. છેલ્લા એક મહિનામાં ત્રીજી રિક્ષા ચોરાઇ ગઇ છે. બેડીપરા શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં ભુપતભાઇ ખીમદાસભાઇ કુબાવત ની જીજે૦૩બીયુ-૬૪૩૦ નંબરની રિક્ષા જેના કાળા હુડ ઉપર રામાનંદી લખેલુ છે તે તા. ૧૯/૬ના રાતે બે વાગ્યે ઘર નજીક શિતળા માતાજીના મંદિર પાસેથી ચોરાઇ ગઇ છે. આ રિક્ષા સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે.
આ મામલે ભુપતભાઇ કુબાવત વતી પુત્ર કાના કુબાવતે પોલીસ કમિશનરશ્રીને લેખીત ફરિયાદ કરી જણાવ્યું છે કે બેડીપરા વિસ્તારમાં ચોરીના બનાવ વધ્યા છે. એક મહિનામાં ત્રણ રિક્ષા ચોરાઇ ગઇ છે. ગાડીમાંથી પેટ્રોલ ચોરાઇ જાય છે, બોલેરોમાંથી ટાયર કાઢી જવાનો બનાવ પણ આજે ફરીથી બન્યો છે. પોલીસ ઉઠાવગીરોને પકડી આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ વધારે તેવી માંગણી છે. પટેલવાડી પાસે સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેવી પણ માંગણી કાના કુબાવતે કરી છે.
(2:57 PM IST)










