<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

રૈયાધાર સનસિટી હેવન સોસાયટીમાં ભૂલકાંઓ દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ

રાજકોટઃ રૈયાધાર સ્‍થિત ‘સનસિટી હેવન' ખાતે આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં ભક્‍તિ, ભાવ અને સંસ્‍કળતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્‍યો હતો. ગરબીના પાવન પર્વે સોસાયટીના નાના-નાના ભૂલકા શ્રી રીદીયા મંકોડીયા મહાપ્રભુજીનું સ્‍વરૂપ, શ્રીનિયતિ આડેસરાએ  શ્રીનાથજી સ્‍વરૂપ તેમજ વેદા ચાપડીયા એ રાધારાણીજીની અલૌકિક અને આબેહૂબ ઝાંખીની કળતિ રજૂ કરી ઉપસ્‍થિત તમામ લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. શ્રીકળષ્‍ણ ચરણાનુરાગ અને પુષ્ટિમાર્ગીય ભાવ સાથે બાળ કલાકારોએ ધારણ કરેલી દિવ્‍ય વેશભૂષા, હાથમાં વાંસળી, મોરપિચ્‍છ કીરીટ અને ભાવસભર મુદ્રાઓ જોઈને સમગ્ર પંડાલમાં સાક્ષાત વ્રજધામ અને નાથદ્વારાનું વાતાવરણ જીવંત થઈ ઊઠ્‍યું હતું. ‘શ્રીકળષ્‍ણઃ શરણં મમ'ના નાદ સાથે ભૂલકાંઓએ રજૂ કરેલા મનોહર રાસ અને ઝાંખીએ સૌ દર્શકોને ભાવવિભોર કરી શ્રીનાથજીના ચરણોમાં લીન કરી દીધા હતા. આ અદભુત અને આધ્‍યાત્‍મિક કળતિને આખરી ઓપ આપવા તથા બાળકોમાં સંસ્‍કાર અને ભક્‍તિભાવ જગાડવા માટે તેજલબેન કોઠારી, સળષ્ટિબેન શાહ તેમજ સોનિયાબેન વસંત દ્વારા જહેમતભર્યું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું. તેમના કુશળ દિગ્‍દર્શન હેઠળ બાળકોએ કરેલી પ્રસ્‍તુતિ સમગ્ર કાર્યક્રમનું મુખ્‍ય આકર્ષણ બની રહી હતી. તેમ સનસિટી હેવન કમિટી પ્રમુખી યાદીમાં જણાવાયુ છે.

(2:46 PM IST)