<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

ધોરાજીના ભુખી ગામે પુઠા પર ૧થી ૧૦ આંકડા લખી હાજર વરલીનો જૂગાર રમતાં જેન્‍તીલાલ, નિલેષ, પ્રવિણ પકડાયા

ધોરાજી તાલુકા પોલીસે દરોડો પાડી રૂા. ૧૨૨૩૦ની રોકડ કબ્‍જે કરી

રાજકોટઃ ધોરાજીના ભુખી ગામે લીમડા ચોકમાં જાહેરમાં હાજર વરલીનો જૂગાર રમતાં ભુખી ગામના જેન્‍તીલાલ મુળજીભાઇ વાછાણી (ઉ.વ.૭૩) અને નિલેષ રવજીભાઇ પાડલીયા (ઉ.વ.૪૩) તથા પ્રવિણ બીજલભાઇ રાઠોડ (ઉ.વ.૪૯)ને ધોરાજી તાલુકા પોલીસ મથકના હેડકોન્‍સ. દિવ્‍યરાજસિંહ લાલુભા સહિતે પકડી લીધા હતાં.

આ ત્રણેય જાહેરમાં ચોકમાં ગોળ કુંડાળુ વડી હાજરવરલીનો જૂગાર રમતાં હોઇ પ્‍લાસ્‍ટીકનું એક પુઠુ અને રોકડા ૧૨૨૩૦ કબ્‍જે લેવાયા હતાં. પુઠા પર એકથી દસ આંકડા લખેલા હતાં. જેમાં દાવ લગાડનારને આંકડો લગાવવાનો હતો. જો આંકડો સાચો પડે તો હારજીત થતી હતી.

(11:38 AM IST)