તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
માંડાડુંગર ભીમરાવ નગરમાં વિજયને ઘરમાં બેસવાનું કહી ગાળો દીધીઃ ટોળકી રચી ધોકા-પાઇપથી બેફામ ફટકાર્યો
પતિને બચાવવા વચ્ચે પડેલા પત્નિને પણ માર પડયોઃ આજીડેમ પોલીસે પ્રભાના પતિ અને પાંચ અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટઃ શહેરના માંડાડુંગર પાસે રહેતાં યુવાનને તે ઘર બહાર બેઠો હતો ત્યારે અજાણ્યાએ ઘરમાં જવાનું કહી ગાળો દીધા બાદ બીજા પાંચ જણાને બોલાવી ધોકા-પાઇપ-ઢીકાપાટુનો બેફામ માર મારતાં અને તેના પત્નિને પણ મારકુટ કરી લેતાં સારવાર લેવી પડી હતી. આ બનાવમાં આજીડેમ પોલીસે માંડા ડુંગર નજીક ભીમરાવનગર નવદુર્ગા ચોકમાં રહેતાં વિજયભાઇ રાયધનભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી પ્રભાબેનના પતિ તથા પાંચ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
વિજયભાઇ સોલંકી પરિવાર સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તે રાતે સાડા દસેક વાગ્યે ઘર બહાર શેરીમાં બેઠો હતો ત્યારે અજાણ્યો શખ્સ આવ્યો હતો અને કહેવા માંડયો હતો કે ઘરની અંદર બેસ, અહિ બહાર ન બેસ. આમ કી ગાળો બોલવા માંડયો હતો. બાદમાં તેણે કોઇને ફોન કરતાં ઘર નજીક રહેતાં પ્રભાબેનના પતિ અને બીજા અજાણ્યા શખસો હાથમાં ધોકા-પાબઇપ લઇને આવી ગયા હતાં અને હુમલો કરી આડેધડ મારકુટ કરી લીધી હતી.
દેકારો થતાં બીજા લોકો, પડોશીઓ ભેગા થઇ ગયા હતાં આથી હુમલાખોરો ભાગી ગયા હતાં. વિજયભાઇને ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડાયા હતાં. બનાવનું કારણ એવુ છે કે વિજયભાઇ ઘરની બહાર બેઠડો હોઇ અજાણ્યા શખ્સે આવી તેને ઘરમાં બેસવાનું કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે બીજા લોકોને બોલાવી હુમલો કર્યો હતો. તેના પત્નિ વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. હેડકન્સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(11:40 AM IST)










