તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
દારૂના ર૦ સહિત ર૧ ગુનામાં સામેલ ભાવેશ ઉર્ફે પીન્ટુ પાસામાં
શહેરના અડધો ડઝન ઉપરાંત ટંકારા અને વાંકાનેર તાલુકા પોલીસના ચોડે ચડી ચુકયો છેઃ પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની ટીમે વોરંટની બજવણી કરી

રાજકોટઃ તા.૮, રાજકોટના અડધો ડઝનથી વધુ મથકો ઉપરાંત ટંકારા અને વાંકાનેર તાલુકા પોલીસમાં દારૂના ર૦ અને મારામારી ૧ મળી કુલ ર૧ ગુનામાં સંડોવાયેલા મનહરપરના બુટલેગરને પીસીબીએ પાસા હેઠળ જેલ હવાલે કર્યા હતા.
શહેરમાં આજીડેમ, એ-ડીવીઝન અને ભકિતનગર ઉપરાંત ટંકારા અને વાંકાનેર તાલુકા પોલીસ મથકનાં દારૂના ર૦ અને મારામારીના ૧ મળી કુલ ર૧ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભાવેશ ઉર્ફે પીન્ટુ જનકભાઇ કોટક (ઉ.વ. ૪ર, રહે. મનહરપરા, બેડીપરા ફાયર સ્ટેશન પાછળ, ભાવનગર રોડ) ની પીસીબીએ પાસા તળે અટકાત કરી વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં ઘકેલવા કવાયત શરૂ કરી છે.
આ કામગીરીઃ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકધટર પી.બી. ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.અસ.આઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, પો. હેડ. કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદિપસિંહ સરવૈયા, પો. કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, મહિલા પો.કોન્સ. દીપલબેન ચૌહાણે કરી હતી.
(2:36 PM IST)










