News of Monday, 5th October 2026
જીવનનગરમાં મકાનમાંથી ૧૭ હજારની ચોરી કરનાર ભાવેશ ઉર્ફે મંત્રી ઝડપાયો
ગાંધીગ્રામ પોલીસના પીઆઇ એચ.પી. ગઢવીને ટીમે માધાપર ચોકડી પાસે દબોચી લઇ રૂા.૧૬ હજારની રોકડ કબ્જે કરી

રાજકોટ, તા.૫: રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગરમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી નાખી માધાપર ચોકડી નજીકથી તસ્કરને પકડી લઇ રૂા. ૧૬ હજારની રોકડ કબ્જે કરી પુછતાછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રૈયા રોડ પર જીવનનગરમાં શેરી નં.૧માં રહેણાંક મકાન માંથી તસ્કર ગઇ તા.૨ના રૂમમાં ટીવી સ્ટેન્ડમાં પ્લાસ્ટીકના ડબ્બામાંથી રૂા. ૧૭ હજારની ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી જે મામલે ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરી અલગ-અલગટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી. દરમીયાન બાતમીના આધારે પોલીસ માધાપર ચોકડી થી મોરબી બાયપાસ તરફ જતા પુલ પાસે સર્વિસ રોડ પરથી ભાવેશ ઉર્ફે મંત્રી રામભાઇ કાનગડ (ઉ.વ.૩૫ રહે શિવપરા-૨ બ્રહમસમાજ ચોક, રૈયા રોડ)ને પકડી રૂા. ૧૬,૧૦૦ની રોકડ કબ્જે કરી હતી. આ કામગીરી પો. ઇન્સ.એચ.પી.ગઢવી તથા પો. સબ.ઇન્સ. એ.બી.ચાવડા, તથા એ.એસ.આઇ. ચેતનભાઇ ગોહીલ તથા પો. હેઙકોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મહીપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. વિપુલભાઇ ગઢવી જયદેવસિંહ પરમાર, પ્રશાંતભાઇ ગજેરા, ચંદ્રદિપસિંહ જાડેજા, કોૈશિક ડાંગર તથા સતીશભાઇ લાવડીયા તથા હોમગાર્ડ હરદીપસિંહ જાડેજાએ કરી હતી.
(3:45 PM IST)










