News of Wednesday, 27th May 2026
જિલ્લા પંચાયતમાં ભરવાડ સમાજને પ્રથમ વખત ઉપપ્રમુખ પદ મળ્યું
સામતભાઇ બાંભવાનાી વણથંભી વિકાસ યાત્રા

રાજકોટ, તા.૨૭: જિલ્લા પંચાયતમાં ફરી ભાજપનું શાસન આવતા ઉપપ્રમુખ તરીકે ગોંડલની કોલીથડ બેઠક પરથી ચૂંટાયેલા સામતભાઇ ભરવાડને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ભરવાડ સમાજને ઉપપ્રમુખ પદ મળ્યુ છે.
ગોંડલ અનિડા ભાલોડીયાના વતની સામતભાઇ બાંભવા (મો. ૯૯૭૯૬ ૩૫૩૯૦) મોટાભાઇ ભરવાડ સમાજના છે. તેઓ બે ટર્મ ગામના સરપંચ રહી ચૂકયા છે. તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળેલ ગામની દૂધ સહકારી મંડળીના પ્રમુખ છે. સરપંચ તરીકેનો તેમનો અનુભવ જિલ્લા પંચાયતની કામગીરીમાં ઉપયોગી થશે.
(2:25 PM IST)










