News of Wednesday, 1st July 2026
યુવરાજનગરમાં ભારતીબેન પર પાડોશી નાજુ સોલંકી સહિતનો તલવારથી હુમલો
હુમલાખોરની ૧૦ વર્ષની દિકરી વચ્ચે પડતાં તેને પણ ઇજા

રાજકોટ તા. ૧: આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં રહેતી મહિલા પર પાડોશી શખ્સે તલવારથી હમુલો કરી ઇજા પહોંચાડતાં આ વખતે હુમલાખોરની દસ વર્ષની દિકરી વચ્ચે પડતાં તેને પણ તલવાર લાગી જતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ યુવરાજનગર મફતીયાપરામાં રહેતાં ભારતીબેન ધનજીભાઇ પરમાર (ઉ.વ.૪૦) બપોરે ઘર પાસે હતાં ત્યારે પાડોશી નાજુભાઇ અને તેની સાથેના બાડો સહિતે ઝઘડો કરી તલવારથી હુમલો કરતાં ભારતીબેનને માથા અને સાથળમાં ઇજા થઇ હતી. આ વખતે નાજુની દિકરી તુલસી નાજુભાઇ સોલંકી (ઉ.વ.૧૦) વચ્ચે પડતાં તેને પણ તલવાર લાગી ગઇ હતી. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. ભારતીબેનને સંતાનમાં બે દિકરા છે. બંને પરિવાર શાકભાજીનો ધંધો કરે છે. ગાળાગાળી મામલે ડખ્ખો થયો હતો.
(3:21 PM IST)










