<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

ભારત વિકાસ પરિષદ દ્વારા કાલે ચતુર્થ શરદોત્‍સવ

છ બ્રાંચના ૫૦૦ પરિવારના સભ્‍યો ૧૨૦૦ ખેલૈયાઓ રાસોત્‍સવની મોજ માણશે

રાજકોટઃ ભારત વિકાસ પરિષદ-રાજકોટ મહાનગરની છ શાખાઓ આનંદનગર, રણછોડનગર, શ્રધ્‍ધાપાર્ક, નટરાજનગર, મવડી શાખા, રામકૃષ્‍ણનગર શાખા દ્વારા નવરાત્રીને વિદાય આપવા અને શરદઋતુને સત્‍કારવા ચતુર્થ શરદોત્‍સવ ૨૦૨૬નું આયોજન તા.૨૧ને બુધવારે સાંજે ૭ થી ૧૧ પી.ડી.માલવિયા કોલેજ સામે ગોંડલ રોડ ખાતે જસાણી સ્‍કુલના ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે.

આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના રિજીયોજન જનરલ સેક્રેટરી વિનોદભાઈ લાઠિયા, સૌરાષ્‍ટ્ર પ્રાંત અધ્‍યક્ષ પ્રફુલભાઈ ગોસ્‍વામી, મહાસચિવ હરિભાઈ પરમાર, સૌરાષ્‍ટ્ર પ્રાંતના પ્રમુખ પ્રફુલભાઈ ગોસ્‍વામી મહાસચિવ હરિભાઈ પરમાર, પ્રાંત કોષાધ્‍યક્ષ જેઠસુરભાઈ ગુજરીયા, પ્રાંત ઉપાધ્‍યક્ષ કરશનભાઈ મેતા, સહસચિવ ભરતભાઈ લીંબાસીયા, મહિલા સહભાગીતા શ્રીમતી ઈલાબેન સતાસીયા અને કિર્તીબેન ક્કકડ, ડોલીબહેન લાઠીયા ઉપરાંત મુખ્‍ય અતિથિ તરીકે શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ -ધારાસભ્‍ય, રમેશભાઈ ટીલાળા-ધારાસભ્‍ય, ડો.વલ્લભભાઈ કથિરિયા પૂર્વ કેબીનેટ મંત્રી, શહેર ભાજપ પ્રમુખ માધવભભાઈ દવે, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, પુરૂષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ, વિવેકાનંદ યુથ ક્‍લબના અનુપમભાઈ દોશી ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં સેન્‍ડી હોમ એપ્‍લાઈઝના હરિસિંગ સુચારિયા, વિનોદભાઈ તથા ડોલીબેન લાઠીયા, પ્રફુલભાઈ તથા શોભનાબેન ગોસ્‍વામી, કનકભાઈ વ્‍યાસ, ગિરિરાજ હોસ્‍પિટલના ચેરમેન રમેશભાઈ ઠક્કર, અજીતસિંહ જાડેજા અને પ્રિતિબેન પટેલનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમની શરૂઆત ભારતમાતા તથા સ્‍વામી વિવેકાનંદ અને માતાજી સમક્ષ દીપ પ્રાગટય કરીને કરવામાં આવશે. ત્‍યારબાદ મહાઆરતી થશે. ત્‍યારબાદ વંદેમાતરમ ગાનથી આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે.

૧૨૦૦ ખેલૈયાઓ એક લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સમાં નવરાત્રીનો આનંદ માણી શકશે. વિવિધ કેટેગરીમાં ઈનામો અપાશે. ચિરાગભાઈ ગોસ્‍વામી તથા અમુલગિરિ ગોસ્‍વામીને યુટયુબની જવાબદારી અપાઈ છે.

રમેશભાઈ દત્તા, કિરીટભાઈ મૈયાડ, ભરતભાઈ લીંબાસીયા તથા પ્રમુખો મહેશભાઈ તળાવીયા, વિજયભાઈ કુંભારવાડીયા, દશરથસિંહ જાડેજા, હર્ષદભાઈ જલુ, રમેશભાઈ લાઠીયા, મનોજભાઈ પુરોહિત અને પ્રવિણભાઈ વસોયા, શૈલેષભાઈ રામાણી તેમજ મંત્રીઓ સર્વશ્રી પ્રવિણભાઈ ગરસર, તુલસીભાઈ સાકરિયા, સુરેશભાઈ વ્‍યાસ, રમેશભાઈ દુધાત, અશોકભાઈ ક્કકડ, દિલિપભાઈ પુજારા, પ્રભાતભાઈ ભંડેરી, તેમજ ટ્રેઝેરર શ્રીસુખદેવભાઈ અગ્રાવત, ધીરજભાઈ મેંદપરા, ચેતનભાઈ ટાંક, મૌલેશભાઈ દવે, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ હાંસલિયા વ્‍યવસ્‍થા સંભાળી રહ્યા છે.

ભારત વિકાસ પરિષદ-રાજકોટ મહાનગરની ટીમના સદસ્‍યો સર્વશ્રી ગોપાલભાઈ પટેલ (જીઈબી), દિપકગિરિ ગોસ્‍વામી, પ્રા.ખરવિંદગિરિ ગોસ્‍વામી, બકુલભાઈ દુધાગરા, શ્રીમતી ડોલીબેન લાઠીયા તથા શોભનાબેન ગોસ્‍વામીના માર્ગદર્શનમાં તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

કાર્યક્રમનું સંચાલન જીતેન્‍દ્રભાઈ મહેતા અને કિરીટભાઈ મૈયડ કરવાના છે. તેમ પ્રફુલગિરિ ગોસ્‍વામીની યાદી જણાવે છે.

તસ્‍વીરમાં કરશનભાઈ મેતા, રમેશભાઈ દત્તા, ગોપાલભાઈ પટેલ, મનોજભાઈ પુરોહિત, તુલસીભાઈ સાકરીયા, ચેતનભાઈ હીરપરા, મહેશભાઈ તળાવીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ વેકરીયા, જીતુભાઈ ચાવડા, ધીરૂભાઈ મેનંદપરા, સુખદેવભાઈ અગ્રાવત નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:10 PM IST)