તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
રીક્ષા ચોરીને ફેરવતા જંગલેશ્વરના ભરતની જંકશન પાસે ધરપકડ
પ્રધ્યુમનનગર પોલીસે અનડિટેક્ટ ગુન્હો ઉકેલ્યો : પીઆઇ એમ. ડી. મકવાણા અને ટીમની કામગીરીઃ પીએસઆઇ જે.બી. રાણીંગા, કોન્સ. વીરેન્દ્રસિંહ પરમાર અને તૌફીકભાઈ મંધરાની બાતમી

રાજકોટ તા. ૨૦: વાહન ચોરીના બની રહેલા બનાવો વચ્ચે પ્ર.નગર પોલીસે રિક્ષાચોરીનો ભેદ ઉકેલી જંગલેશ્વરના શખ્સની ધરપકડ કરી છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફ પીએસઆઇ જે. બી. રાણીંગા, કોન્સ. વિરેન્દ્રસિંહ પરમા, તોૈફિકભાઇ મંધરાને મળેલી બાતમી પરથી એક શખ્સને જંકશન રેલ્વે સ્ટેશન પાસે રિક્ષા નં. જીજે૦૩એયુ-૪૦૦૧ સાથે પકડી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ ભરત શંકરભાઇ પરમાર (ઉ.વ.૨૫, રહે. બુધ્ધનગર-૭, જંગલેશ્વર ભવાની ચોક પાસે) જણાવ્યું હતું. રિક્ષાના કાગળો માંગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. રિક્ષા ચોરાઉ હોવાની પાક્કી બાતમી હોઇ ભરતની વધુ પુછતાછ કરતાં તેણે ચોરી કબુલી હતી. એ-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી આ રિક્ષા ફેરવવા માટે ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરી રિક્ષા કબ્જે કરી વધુ તપાસ માટે તેને એ-ડિવીઝન પોલીસને સોંપ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમરા ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ રવિભાઇ વાઘેલા, હેડકોન્સ. જેન્તીભાઇ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા, કોન્સ. રીયાઝભાઇ, વનરાજભાઇ, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચ, વિરેન્દ્રસિંહ, વિશ્વજીતસિંહે આ કામગીરી કરી હતી.
(1:24 PM IST)










