<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

બાઇક ચોરીનો ભેદ ભક્‍તિનગર પોલીસે ઉકેલ્‍યોઃ નિલેષ ઉર્ફે જીગો પકડાયો

પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૫: વાહન ચોરીનો વધુ એક ગુનો ભક્‍તિનગર પોલીસે ઉકેલી નિલેષ ઉર્ફે જીગો બાબુભાઇ સોનીગરા (ઉ.વ.૪૨-રહે. રઘુવીર સોસાયટી-૪)ને પકડી લીધો છે.

તાજેતરમાં ભક્‍તિનગર પોલીસમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનો ઉકેલાયો છે. કોન્‍સ. પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્‍નુ અને યુવરાજસિંહ જાદવની બાતમી પરથી નિલેષ ઉર્ફે જીગાને ૮૦ ફુટ રોડ નાગરિક બેંક પાછળ આરએમસી ક્‍વાર્ટર પાસેથી જીજે૦૩આરઆર-૦૩૭૫ સાથે પકડી લેવાયો હતો. આરસી બૂક સહિતના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ તેણે વાહનચોરી કબુલી હતી. આ શખસ અગાઉ પણ એક ગુનામાં સંડોવાઇ ચુક્‍યાનું પોલીસે કહ્યું હતું. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ, ટીમના કેતનભાઇ, હરવિજયસિંહ, મયુરદાન, રમેશભાઇ, પ્રભાતભાઇ, પ્રકાશભાઇ, રવિભાઇ, યુવરાજસિંહ, યોગીરાજસિંહ, નિલેષભાઇ, નરસંગભાઇએ આ કામગીરી કરી હતી. 

(3:38 PM IST)