તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ભક્તિનગર પોલીસે બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો: વાયરના બંડલોની ચોરી કરનાર કુલદીપ અને પુરી તથા બાઇક ચોરીમાં બાળકીશોર પકડાયો
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવની સૂચના અનુસાર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ શહેરમાં મિલકત સંબંધી અને વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શનના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી. આ સંયુક્ત તપાસ દરમિયાન ભક્તિનગર પોલીસે અલગ-અલગ બે મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
પ્રથમ કિસ્સામાં, ભક્તિનગર સોસાયટી શેરી નં-૧૫ માં કન્સ્ટ્રક્શન સાઇટના બંગલામાંથી ગત તા. ૧૪/૦૭ના રોજ વહેલી સવારે વાયરના બંડલોની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસમાં કન્સ્ટ્રક્શન સાઇટના સીસીટીવી કેમેરા ચેક કરી માહિતી મેળવવામાં આવી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળી હતી કે જીલ્લા ગાર્ડન સ્મશાનની અંદર બગીચાની સામે એક પુરુષ અને એક સ્ત્રી વાયરના બંડલો ભરેલ બાયકું લઈને ઉભેલ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ક્વાર્ટર પાસે તપાસ કરીને કુલદીપ રમેશભાઈ વઢવાણીયા (ઉ.વ. ૧૯) અને પુરીબેન વલ્લભભાઈ માથાહુરીયા (ઉ.વ. ૨૩, બંને રહે. જૂના એરપોર્ટ ફાટક પાસે ઝૂંપડામાં, રાજકોટ)ને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી ચોરી કરેલ અલગ-અલગ સાઈઝના વાયરના કુલ ૧૨ બંડલો કિંમત રૂ. ૩૨,૨૬૦રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા કિસ્સામાં, ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હ્યુમન સોર્સથી ચોક્કસ માહિતી મળી હતી કે, નાગરિક બેંક ચોક કડવીબાઈ વિરાણી હાઈસ્કૂલની દીવાલ પાછળ એક વ્યક્તિ મોટરસાયકલ લઈને ઉભેલ છે, જે મોટરસાયકલ ચોરીનું છે. હકીકતના આધારે પોલીસે સ્થળ પરથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરને હસ્તગત કર્યો હતો. તેની પાસેથી ચોરીનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ-03-HQ-9350 કિંમત રૂ. ૩૦,૦૦૦ મળી આવતા પોલીસે તેને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ બંને ગુનાઓનો ભેદ ઉકેલવાની કામગીરીમાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી. જાદવ (પૂર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર, સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ.ઇન્સ. એસ.એચ. ગોહિલ, પો.હેડ કોન્સ. રમેશભાઈ માલકીયા, હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, કેતનભાઈ બોરીચા, તેમજ પો.કોન્સ. પ્રભાતભાઈ મૈયડ, પ્રકાશભાઈ મકવાણા, رવીભાઈ રત્નું, યુવરાજસિંહ જાદવ, યોગીરાજસિંહ જાડેજા, નિલેશભાઈ મિયાત્રા, નરસંગભાઈ ગઢવી અને મહિલા પો.કોન્સ. ગીતાબેન ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા.
(7:37 PM IST)










