તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
સુરતથી મંગાવેલો ગાંજો ઇમ્તુડો બંધાણીઓને વેંચે એ પહેલા ભક્તિનગર પોલીસે પકડયો
જંગલેશ્વરમાં પોલીસનો દરાડોઃ ઝડપાયેલો શખ્સ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણાની ટીમે પકડયોઃ પ્રકાશભાઇ અને યુવરાજસિંહની બાતમી

રાજકોટ તા. ૧૯: રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદે -વળત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શરૂ કરાયેલી ‘સે નો ટુ ડ્રગ્સ' ડ્રાઇવ અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે જંગલેશ્વર વિસ્તારમાંથી એક શખ્સને ૧.૭૩૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. અગાઉ પણ અલગ અલગ ગુનામાં સામેલ આ શખ્સ સુરતથી ગાંજો લાવ્યો હતો. અહિ બંધાણીઓને વેંચીને રોકડી કરે એ પહેલા પોલીસે દબોચી લીધો હતો.
ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. પ્રકાશભાઇ લાલજીભાઈ મકવાણા અને યુવરાજસિંહ જેસીંગભાઈ જાદવને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલેશ્વર શેરી નં. ૩૧ માં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તલાશી દરમિયાન મકાનમાંથી રૂા. ૮૬,૭૫૦ની કિંમતનો ૧.૭૩૫ કિલોગ્રામ ગેરકાયદે ગાંજો મળી આવતાં ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુડો ભીખુભાઇ ઉર્ફે મહેબૂબભાઇ પઠાણ (ઉ.વ.૨૮, રહે. જંગલેશ્વર શેરી નં-૩૧)ની ધરપકડ કરી ગાંજો તેમજ ૧૦ હજારના બે મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા હતાં. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ પદાર્થ ગાંજો હોવાનું પરિક્ષણ કરી આપ્યું હતું.
ઇમ્તુડા વિરૂધ્ધ અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી, દારૂ તેમજ અન્ય ગુનાઓ નોંધાઈ ચૂકયા છે, જેમાં તેની સામે પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તે આ ગાંજો સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક શખ્સ પાસેથી લાવ્યાનું રટણ કરતો હોઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ માટે રિમાન્ડની તજવીજ કરાવમાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હરવિજયસિંહ ગોહિલ, રમેશભાઇ માલકીયા, કેતનભાઇ બોરીચા, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, યુવરાજસિંહ જાદવ, નરસંગભાઇ ગઢવી, પ્રભાતભાઇ મૈયડ, નિલેષભાઇ મીયાત્રા, યોગીરાજસિંહ જાડેજા, અરજણભાઇ પરમાર, હોમગાર્ડ જવાન દિપભાઇ ટાંક અને હાર્દિકભાઇ પીપળીયાએ આ કામગીરી કરી હતી.
(3:54 PM IST)










