<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

૧૦ ગુનામાં સામેલ ભગવતીપરાના બૂટલેગર આમીન ઉર્ફે મુન્‍ના ખીરાને પાસામાં ધકેલાયો

પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમે વોરન્‍ટ બજવણી કરી અમદાવાદ જેલમાં મોકલ્‍યો

 

 

રાજકોટ તા. ૧૦: વધુ એક બૂટલેગરને  પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. ભગવતીપરા મેઇન રોડ પર મોમાઇ-૧ સોસાયટી વિનાયક ફલેટની બાજુમાં રહેતાં આમીન ઉર્ફે મુન્‍નો કાસમભાઇ ખીરા (ઉ.વ.૩૯)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દીધો છેે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આમીન ઉર્ફે મુન્‍નો ખીરા વિરૂધ્‍ધ આજીડેમ, ડીસીબી, એ-ડિવીઝન, બી-ડિવીઝન, ભક્‍તિનગર, રાજકોટ તાલુકા, મોરબી તાલુકા, ગોંડલ સીટીમાં દારૂ, જૂગારના ૧૦ ગુના નોંધાઇ ચુક્‍યા હતાં. તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી.

વોરન્‍ટ બજવણી પીઆઇ એમ. આર. મકવાણા, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ સરવૈયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વિશાલભાઇ દવે, હિરેન્‍દ્રસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. દીપલબેન ચોૈહાણે કરી હતી

(2:09 PM IST)