તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
ત્રંબા ત્રિવેણી નદી કાઠે કાલે ભાદરવી અમાસનો મેળો

રાજકોટઃ રાજકોટના ત્રંબા કસ્તુરબાધામ ખાતે ત્રિવેણી સંગમ નજીક આવતી કાલે ભાદરવી અમાસના લોકમેળાનું આયોજન કરાયું છે. શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આ મેળો વર્ષોથી યોજાય છે. અહિ ત્રંબા ઉપરાંત રાજકોટ અને આસપાસથી મોટી સંખ્યામાં ભાવીકો અમાસના દિવસે આવી પિતૃતર્પણ કરે છે. લોકમેળાની તૈયારીના દ્રશ્યો જોઇ શકાય છે. તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોઇ પોલીસ પણ આ દિવસે ખાસ બંદોબસ્ત જાળવતી હોય છે.
(11:42 AM IST)










