<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

જંકશન પ્‍લોટમાં રાજેશ પાનમાં શટર ઉંચકાવી સોપારી, તમાકુ, રોકડની ચોરી

તસ્‍કરો છરી મુકતા ગયાઃ તરૂણભાઇ દરીયાનાણીએ પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૭: જંકશન પ્‍લોટમાં ગુરૂનાનક મંદિર નજીક શાક માર્કેટ પાસે આવેલી રાજેશ પાન નામની દૂકાનનું શટર ઉંચકી તસ્‍કરો ચાર કિલો સોપારી, એક તમાકુનો ડબ્‍બો, એક હજાર રોકડા, વિમલનું પકેટ વગેર ેચોરી જતાં દુકાન માલિક સિંધી કોલોનીના તરૂણભાઇ લક્ષમણભાઇ દરીયાનાણીએ પોલીસને જાણ કરી હતી. તસ્‍કરો ચોરી કર્યા બાદ છરી દુકાનમાં બોર્ડ પાછળ મુકતાં ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

(3:49 PM IST)