News of Saturday, 23rd May 2026
પ્રહલાદ પ્લોટમાં પાનની દૂકાનમાંથી બંગાળી કારીગર ૭.૨૦ લાખના દાગીના ચોરી ગયો
રોકડા પંદર હજાર પણ બેગમાં હતાં: રામનાથપરાના દુકાનદાર મુસ્તકીમ કાદરીએ ફાયનાન્સમાંથી પત્નિના ઘરેણા છોડાવી દુકાનમાં રાખ્યા હોઇ એક મહિનાથી કામ કરતાં સદામઅલીની દાનત બગડીઃ એ-ડિવીઝન પોલીસે કલાકોમાં સકંજામાં લઇ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૩: શહેરના પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પર આવેલી પાનની દુકાનના ગલ્લામાંથી અહીં જ કામ કરતો બંગાળી શખસે રૂપિયા ૭.૨૦ લાખના ઘરેણા અને રૂપિયા ૧૫,૦૦૦ રોકડ સહિત ૭.૩૫ લાખની મત્તા ચોરી કરી કરી ભાગી જતાં પોલીસે ગણતરીના કલાકોમાં બંગાળી કારીગરને પકડી લઇ મુદ્દામાલ કબ્જેક રવા તજવીજ કરી હતી. પૈસાની ખુબ જરૂર હોઇ ચોરી કરી લીધાનું રટણ બંગાળી શખ્સે કર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા કુંભારવાડા શેરી નં. ૧૪માં રહેતાં અને પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પર ખોડીયાર ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામે વેપાર કરતાં મુસ્તકીમ શબ્બીરહુશેન કાદરી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી તેની જ દુકાનમાં પાન ફાકી બનાવવાનું કામ કરતાં મુળ પヘમિ બંગાળના સદામઅલી શેખ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મુસ્તકીમ કાદરીએ જણાવ્યું હતું કે તેની દકુાનમાં સદામઅલી શેખ એકાદ માસથી રૂ. ૯,૦૦૦ ના માસિક પગાર પર નોકરી કરે છે. છ મહિના પૂર્વે મુસ્તકીમને પૈસાની જરૂરિયાત હોય જેથી પત્નિ સોફિયાના સોનાના દાગીના ૧૦૮.૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૭.૨૦ લાખ ગણાય તે એચડીએફસી ફાઇનાન્સમાં ગીરવે મુક્યા હતાં. ગઈકાલે પૈસાની સગવડ થતા બપોરના એકાદ વાગ્યે બેંકમાંથી આ સોનુ છોડાવી કાળા કલરની બેગમાં રાખ્યું હતું. બાદમાં આ બે દુકાનમાં અંદર આવેલ ગલ્લામાં રાખી હતી. જેની જાણ દુકાને કામ કરતા સદામલી શેખને હતી. બપોરના ત્રણેક વાગ્યે યુવાન ઘરે જમવા ગયો હતો. ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યે દુકાને આવતા દુકાની અંદર કોઈ ન હોય જેથી તેને શંકા ગઈ હતી. જેથી તુરંત ગલ્લામાં રાખેલ કાળા કલરની બેગ જોતા આ બેગ જોવા મળી ન હતી તેમજ ગલ્લામાં રહેલા ધંધાના રોકડ રૂપિયા ૧૫,૦૦૦ પણ જોવા મળ્યા ન હતા. જેથી તુરંત સદામને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ તેના ઘરે જઈ તપાસ કરતા પાડોશીએ કહ્યું હતું કે તે થોડીવાર પહેલા જ બેગ ભરીને તેની દીકરીને લઈ જતો રહ્યો છે. જેથી સદામે જ દુકાનમાંથી હાથફેરો કર્યાનું સ્પષ્ટ થયું હતું. મુસ્તકીમે બેગમાં પત્નિના સોનાના ઘરેણા જેમાં સોનાનો પાટલો, સોનાની બે બંગડી મળી કુલ કિંમત રૂપિયા ૭.૨૦ લાખનું સોનું તથા રોકડ રૂ. ૧૫,૦૦૦ મળી ૭.૩૫ લાખની મત્તા લાખની મત્તા રાખી હતી. જે દૂકાનમાં જ કામ કરતો બંગાળી શખ્સ ચોરી ગયો હતો. એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો દાખલ કર્યો હતો. આરોપી સકંજામાં આવી જતાં દાગીના, રોકડ કબ્જે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે
(2:35 PM IST)










