News of Tuesday, 5th May 2026
બંગાળ હવે બનશે ‘‘સોનાર બાંગ્લા'' : રાજુભાઈ ધ્રુવ
પ. બંગાળના અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઇ શાહ અને તેમનો પ્રચંડ પુરુષાર્થ, અભેદ્ય રણનીતિ તથા ભાજપ કાર્યકર્તાઓના કારણે બંગાળનો ભવ્યાતિભવ્ય વિજય વડાપ્રધાને ભાજપ(જનસંઘ)ના આદ્યસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને સમર્પિત કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે

રાજકોટ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને મળેલી ઝળહળતી સફળતા બદલ પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે, પヘમિ બંગાળના રાજકીય આકાશમાં એક નવો સૂર્યોદય થયો છે. સ્વ. અટલ બિહારી વાજપેયીજીના શબ્દોમાં કહીએ તો અંધેરા છટ ગયા, કમલ ખીલ ગયા. બંગાળમાં માત્ર સત્તાનું હસ્તાંતરણ નથી પરંતુ વિકાસની ક્રાંતિનો શંખનાદ ફૂકાયો છે. ભારતીય રાજનીતિના ઇતિહાસના પાના જ્યારે પલટાશે ત્યારે ૨૦૨૬માં બંગાળમાં થયેલી મનતાની હાર અને મોદીજીની જીતનો સમયગાળો ૨૦૧૪ના કેન્દ્ર સરકારના પરિવર્તન કરતાં પણ દેશ માટે વધુ તેજસ્વી જણાશે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, પヘમિ બંગાળમાં ભાજપની જીત સાબિત કરે છે કે લોકશાહીમાં‘જનમત'એ કોઈ પથ્થરની લકીર નથી, પણ વહેતી સરિતા છે જે ગમે તેવા અભેદ્ય કિલ્લાઓને પણ પોતાની અવિરત ધારાથી ઓગાળી શકે છે. વર્ષોથી જે ભૂમિ તુષ્ટિકરણના ધુમ્મસમાં લપેટાયેલી હતી અને જ્યાં અરાજકતાએ જ પોતાનું શાસન સ્થાપી દીધું હતું, ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગળહમંત્રી અમિતભાઈ શાહથી લઈ અસંખ્ય સંઘ-ભાજપના નામી-અનામી કાર્યકરોને કારણે સત્ય-ન્યાયનો ઉજાસ ફેલાયો છે.
રાજનીતિ જ્યારે માત્ર સત્તા મેળવવાનું સાધન બની જાય ત્યારે તે અરાજકતાને જન્મ આપે છે, પરંતુ જ્યારે તે રાષ્ટ્ર નિર્માણનું વ્રત બને ત્યારે તે બંગાળ જેવું ઐતિહાસિક પરિવર્તન લાવે છે. તુષ્ટિકરણની દીવાલો આખરે તો લોકકલ્યાણના મહાસાગર સામે વામણી સાબિત થઈ છે. હવે બંગાળમાં માત્ર વિકાસનો સૂર્યોદય નથી થયો પણ એક એવી શાંતિનો આરંભ થયો છે જે એકતાના તાંતણે ગૂંથાયેલી છે. આ જીત પાછળ વડાપ્રધાન મોદી અને સંઘ-ભાજપના તમામ નાના-મોટા સભ્યો-સમર્થકોની જે ધીરજ રહી છે, તે આધુનિક રાજનીતિ માટે એક મહામૂલો પાઠ છે. સત્તા હોવા છતાં તેનો સંયમિત ઉપયોગ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન જેવા ટૂંકા રસ્તાઓ અપનાવવાને બદલે જનતાના હૃદય સુધી પહોંચવાનો લાંબો પણ સાચો માર્ગ પસંદ કરવો એ લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
આ જીત એ ખંતની જીત છે, એ કાર્યકરના પરસેવાની જીત છે જેણે હિંસા-તોફાનો દાદીગીરી-દમન વચ્ચે પણ આશાનો દીવો પ્રજ્વલિત રાખ્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા અને તેના ગુંડાઓ મચાવેલો આતંક અને સત્તાના દુરુપયોગથી કોણ અજાણ છે? જોકે મોદીજીથી લઈ પક્ષના સેંકડો કાર્યકરો ભાજપની આદર્શ રાષ્ટ્રવાદી વિચારધારા ન તો છોડ્યા ન હતા ન તો ભૂલ્યા હતા. એ રીતે જોવા જઈએ તો હકીકતમાં બંગાળમાં થયેલી ભાજપની આ જીત શ્યામાસાદ મુખર્જીને સમર્પિત છે.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, બંગાળની આ ભૂમિ જેણે રામકળષ્ણ પરમહંસ, રવીન્દ્રનાથ ટાગોર અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષો આપ્યા છે, તે ફરી એકવાર વડા-ધાન નરેન્દ્રભાઈ મોદી, ગળહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં તેમજ ભાજપ સરકારના નેતળત્વમાં રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બની રહેશે. બંગાળમાં ભાજપની જીત ભારતીય રાજનીતિના પટલ પર એક એવી કાયમી રેખા અંકિત કરી ગયું છે જે આવનારા દાયકાઓ સુધી માર્ગદર્શન આપતી રહેશે કે - અંતે તો વિજય વિકાસનો, સત્યનો અને સંકલ્પનો જ થાય છે.‘‘સોનાર બાંગ્લા'' હવે માત્ર એક સ્વપ્ન નથી, પણ એક જીવંત વાસ્તવિકતા બનીને ઉભરી રહ્યું હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.
(1:59 PM IST)










