News of Thursday, 5th November 2026
લાભ પાંચમે ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે ઓશો સન્યાસી પ્રેમીઓનું નવા વર્ષનું સ્નેહ મિલન : સંધ્યા ધ્યાન

રાજકોટ, તા. પ : અહીંના કિસાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર પર તા. ૧૪ શનિવારે લાભ પાંચમે સાંજના પઃ૩૦ થી ૮:૩૦ દરમ્યાન ઓશો સન્યાસીઓ પ્રેમીઓનું નવા વર્ષનું સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરના ટ્રસ્ટી મંડળે કરેલ છે.
કાર્યક્રમ દરમ્યાન ગુરૂ વંદના, સદ્દગુરુ તુમકો પ્રણામ સાથે દરેક સન્યાસી પ્રેમી એક એક દિપ પ્રગટાવી અપ્પો દિપો ભવ (અપને દિયે ખુદ બનો) ધ્યાન, લાફિંગ થેરાપી માસ્ટર સ્વામિ દેવ રાહુલ દ્વારા નવા વર્ષનું હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ સંધ્યા સત્સંગ ધ્યાન બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે પ્રીતી ભોજન (હરિહર) રાખેલ છે.
નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરના પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળે હાર્દિક અુનરોધ કરેલ છે. સ્થળ : ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર, કિસાનપરા ચોક, રેસકોર્સ સામે, એ.જી. ઓફિસ પાછળ, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં, રાજકોટ. વિશેષ માીહતી માટે સ્વામિ સત્ય પ્રકાશ - ૯૪ર૭રપ૪ર૭૬, સ્વામિ સંજીવ રાઠોડ - ૯૮ર૪૮૮૬૦૭૦નો સંપર્ક કરવા જણાવાયું છે.
(2:50 PM IST)










