<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

જંકશન પ્‍લોટની ગરબીમાં નોરતાના પ્રારંભે જામ્‍યો રંગઃ બાળાઓએ રાસની રમઝટ બોલાવી

બાળાઓ દ્વારા ટિપ્‍પણી અને પરંપરાગત રાસ-ગરબાની ઉત્‍સાહભેર રમઝટઃ સર્વધર્મ સમભાવના દર્શન

રાજકોટઃ શહેરની જાણીતી અને 'ટોપ ઇન ટાઉન'નું બિરુદ પામેલી ૧૫-જંકશન પ્‍લોટની પ્રાચીન ગરબીમાં નોરતાનો પ્રારંભ થતાં જ માતાજીની આરાધના સાથે રાસ-ગરબાની જમાવટ થઈ રહી છે. ગરબી મંડળની બાળાઓ મંચ પર અને પરંપરાગત વસ્‍ત્ર પહેરેશમાં દાંડિયા તથા વિવિધ રાસની રમઝટ બોલાવી રહી છે. હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ અને ખ્રિસ્‍તી સહિત તમામ જ્ઞાતિની બાળાઓ કોઈપણ ભેદભાવ વગર નવરાત્રી મહોત્‍સવમાં ઉત્‍સાહભેર ભાગ લઈ રહી છે. આગાખાન હોસ્‍ટેલના સહયોગથી તથા ડાયરેક્‍ટરો તૃપ્તિબેન રાઠોડ, ખુશ્‍બુ મારૂણિયા તેમજ અશ્વિનભાઈ માણેક, વિજયભાઈ ગોસ્‍વામી સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ નોરતાના સુંદર આયોજનથી ખેલૈયાઓમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.(તસવીરઃ અભિજિત બગથરીયા)

(2:47 PM IST)