તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
વિઝનરી બનો, પરિવર્તન લાવો અને સમર્પિત દાતા બનોઃ ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી
રાજકોટ એડવર્ટાઈઝિંગ સર્કલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીએ આપ્યો બિઝનેસ અને જીવન ઘડતરનો પાઠ : કામ અને જીવનને એવું બનાવો કે એજ તમારી જાહેરાત કરેઃ ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી : ઞ્જ કપડાં નહીં, સદગુણોથી બ્રાન્ડેડ બનો, સંતાનોને વારસામાં નાનો ધંધો કરવાની ક્ષમતા આપો, સંઘર્ષ શીખવા દો ઞ્જ સકારાત્મક વિચાર જેમાંથી જનરેટ થાય તેને વિઝનરી એન્ટરપ્રિન્યોરશિપ કહેવાય. ઞ્જ કોકના ચહેરા ઉપર એક સ્માઈલ જોવું અને સ્માઈલનું કારણ તમે હો એ જીવનનો સૌથી મોટો આનંદ છે. ઞ્જ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર બ્રાન્ડ્સના માલિકોનું સ્મૃતિ ચિホ આપી સન્માન કરાયું

રાજકોટ, તા.૨૬: રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા તા.૨૪ ને શનિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રેરણાત્મક વક્તવ્ય યોજાયું હતું. ઇન્સ્પીરેશનલ ટોક ફોર બીઝનેસ એન્ડ લાઇફ શ્રેણી અંતર્ગત આ કાર્યક્રમનો મુખ્ય વિષય દ્રષ્ટીવાન ઉદ્યોગ સાહસિક, પરિવર્તનકારી લીડર અને પરોપકારી વ્યક્તિ બનો એ હતો. કાર્યક્રમની શરૂઆત સંગીતમઢી હતી. ત્રણ યુવાનોએ ગીતોના સૂરોથી રંગો પૂર્યા હતા. ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી સાથે ઉપસ્થિત રહેલ નિત્યપ્રકાશ સ્વામી અને રાજકોટ એડવર્ટાઈઝિગ સર્કલના સભ્યોના હસ્તે દિપપ્રાગટ્ય બાદ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. શરૂઆતમાં કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર બ્રાન્ડ્સના માલિકોનું સ્મૃતિ ચિホ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વામીજીનું અભિવાદન રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલની કમિટીએ કર્યું હતું.
રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી જણાવ્યું હતું કે, જીવન અને વ્યવસાયના મૂળમાં વિઝન, વિચાર અને સમાજસેવાની ભૂમિકા રહેલી છે. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. જીવનની ઘટનાઓ આપણા હાથમાં નથી પરંતુ તેનો પ્રતિભાવ આપણા હાથમાં છે. તેમણે સ્વામિનારાયણ અક્ષરધામના એક શિલ્પનો ઉલ્લેખ કર્યો જેમાં અડધો પથ્થર અને અડધો માણસ છે. માણસના હાથમાં હથોડી અને છીણી છે. નીચે લખ્યું છે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપિનેસ.'' ભગવાને આપણને સિત્તેર-પંચોતેર વર્ષનું જીવન આપ્યું છે. તેમાં સુખી થવું એ આપણા હાથની વાત છે. એડવર્ટાઇઝિગ અને એન્ટરપ્રિન્યોરશિપ બંને વિચારોની દુનિયા છે. પ્રબળ અને સકારાત્મક વિચારોમાંથી સકારાત્મક પ્રક્રિયાઓ જન્મે છે જે સમાજને લાભ આપે છે. અંગ્રેજી કહેવત છે મેન ઇઝ ધ બંડલ ઓફ હિઝ ઓન આઈડિયાઝ'' સવારે જે વિચાર કરો, સાંજે તે બની જાઓ. આખા જીવનના વિચારો જીવનના અંતે તમને બનાવે છે. જેમ એડવર્ટાઈઝિગ છે એ આઈડિયા એટલે વિચારોની એક દુનિયા છે કારણ કે વિચારથી અને પ્રબળ વિચારથી સકારાત્મક પ્રક્રિયાઓનું સર્જન થાય છે અને સકારાત્મક પ્રક્રિયાઓથી સમાજને અનેક રીતે લાભ થાય છે અને સરવાળે તમામનો વિકાસ એમાં સમાયેલો છે. તે માટે દૂરંદેશી થવું જરૂરી છે.
સ્વામીજીએ વોલ્ટ ડિઝનીની વાત કરી. એક વખત ગેરેજમાં બેઠેલા વોલ્ટ ડિઝનીને એક ઉંદર કોફીના કપ અને બ્રેડના ટુકડા સાથે રમતો દેખાયો. સામાન્ય વિચાર હોત તો ‘‘ક્યાંથી આવ્યું?'' અથવા ‘‘મારી ઉપર ન આવે'' એવો હોત. પરંતુ ડિઝનીને વિચાર આવ્યો આ ઉંદરની ક્રિયા બાળકોને દેખાડીને મોટા પૈસા કમાઈ શકાય. તેમાંથી મિકી માઉસ અને ડિઝની વર્લ્ડનો જન્મ થયો. પાઠ સ્પષ્ટ છે, જે જુઓ તેને માત્ર આનંદ માટે ન જુઓ તેમાંથી વિઝન કાઢો. તેઓએ રતન ટાટાની પણ કરતા જણાવ્યું કે, મુંબઈના ધોધમાર વરસાદમાં એક કપલ અને પાંચ વર્ષના બાળક સાથે સ્કૂટર પાણીમાં અટવાયેલું જોઈને તેમને વિચાર આવ્યો એવરી ઇન્ડિયન મસ્ટ હેવ એ કાર.'' આ વિચારે ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્રને નવી દિશા આપી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજનું ઉદાહરણ આપ્યું. માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા, અંગ્રેજીનું એક વાક્ય પણ સાચું બોલી ન શકતા આ સંતે ૧૩૦૦થી વધુ સંસ્થાઓ, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર અને અક્ષરધામનું નિર્માણ કર્યું. યુનાઇટેડ નેશન્સમાં આ સંસ્થાને કાયમી સીટ મળી છે. તેમનું જીવનસૂત્ર હતું બીજાના સુખમાં આપણું સુખ. ૫૧ વર્ષની ઉંમરે ગુરુપદ સંભાળ્યા પછી ૯૫ વર્ષ સુધી તેમણે ૬૦ દેશોના ૧૮,૦૦૦ ગામો-શહેરોમાં જાતે મુલાકાત લીધી, ૭૬ લાખ પત્રોના જવાબ આપ્યા અને હજારો સંતોને દીક્ષા આપી. અમેરિકામાં અક્ષરધામનું વિઝન ૧૯૮૦માં લોસ એન્જલસમાં પહેલા શ્વાસ સાથે જ આવ્યું હતું. આજે ન્યૂ જર્સીમાં ૩૦૦ એકર પર વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું હિન્દુ મંદિર ઊભું છે. ટુંકમાં સકારાત્મક વિચાર એમાંથી જનરેટ થાય તેને વિઝનરી એન્ટરપ્રિન્યોરશિપ એટલેકે ઉદ્યોગસાહસિકતા કહેવાય.
સંસ્થાનું નિર્માણ એક વાત છે અને સંસ્થા ચલાવવા માટે યોગ્ય વ્યક્તિઓ મળવા એ બીજી વાત છે. પ્રમુખ સ્વામીએ વ્યક્તિઓ પણ એવા શોધી શક્યા કેટલું તેમનું વિઝન કહેવાય. આ કક્ષાની સફળતા, આ કક્ષાનું કાર્ય ખાલી પુરુસાર્થથી કે ખાલી બુદ્ધિમત્તાભી નથી થતું. એમાં યુ હેવ ટુ બી એ વિઝનરી એન્ટરપ્રિન્યોર, એ ટ્રાન્સફોર્મેશનલ લીડર એન્ડ એ ડેડિકેટેડ ફિલાન્થ્રોપિસ્ટ. તમારા હૃદયમાં સમાજને આપવા માટેનું એક બહુ મોટું વિઝન હોય. એની માટે કાર્યરત રહેવાની પૂર્ણ શક્તિ અંતરમાં હોય. તમે એક પરિવર્તનકારી નેતાનો લક્ષણ ધરાવતા હોય અને એક ડેડિકેટેડ ફિલાન્થ્રોપિસ્ટ એટલે આપવું જ છે એવી ધ્રઢ મનોભાવના હોય આવા અભિગમોમાંથી આવા વિચારો જન્મે નવું કાર્ય થઇ શકે છે.
ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીએ ટાટા અને વોલ્વોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ટાટા સન્સના ૬૫ ટકા નફો ટાટા ટ્રસ્ટમાં જાય છે. રતન ટાટા કહેતા જે ધંધો ફક્ત પૈસા બનાવે છે અને પૈસા જ બનાવે છે, તે ખૂબ ગરીબ ધંધો છે.'' તેમણે કહ્યું કે અમે પૈસા કમાવવા માટે નહીં રાષ્ટ્રનિર્માણ માટે કામ કરીએ છીએ. દુનિયામાં એકમાત્ર કંપની છે આવી. આ કેવું વિઝનરી બિઝનેસ મોડલ કહેવાય? હજી સુધી એમનો રેપ્લિકેટ કરી શકે એવી કોઈ કંપની ભાગ્યે જ ઊભી થઈ હશે. એટલા માટે કે કમાયેલા ધનમાંથી તમે સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિ જો ન કરી શકતા હોય, એ વિઝન તમારામાં ન હોય, તમે સમાજમાં એક ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન ન લાવી શકતા હોય, તો તમે એક બહુ જ ગરીબ ધંધો ચલાવી રહ્યા છો. એમાં ફક્ત પૈસા જ બની રહ્યા છે, વ્યક્તિઓ સમાજ અને ઘણા બધા ચારિત્રો એનું નિર્માણ નથી થયું. આ જ રીતે વોલ્વો કંપનીના એન્જાિનિયરે ૩-પોઈન્ટ સીટ બેલ્ટની શોધ કરીને તેની પેટન્ટ તમામ ઓટોમોબાઈલ કંપનીઓ માટે ફ્રીમાં ઓપન કરી દીધી હતી, કારણ કે જીવન બચાવવું એ વેપાર કરતાં મોટું છે. પૂર્વ ભારતના સાત રાજ્યોમાં ૩૫૦૦ કરોડની કેન્સર હોસ્પિટલોનું વિઝન રતન ટાટાએ આપ્યું.
સ્વામીજીએ કહ્યું કે, આપણા પૃથ્વી છોડીએ એ પહેલાં આપણી એટલી તો જવાબદારી બને છે ને કે જે જગ્યાએ મેં કામ કર્યું, એ જગ્યાએ મેં વ્યક્તિ અને કાર્યને ઉત્કર્ષ કર્યા. જે જે લોકો સાથે રહ્યો એ લોકોના જીવનમાં ઉપરિવર્તન લાવી શક્યો. આ પૃથ્વી છોડો એટલે તમારા પૈસા સાથે બે ચોઈસ છે. લિવ ઇટ ઓર ગિવ ઇટ. એક કહેવત મુજબ કફન કો જેબ નહી હોતી ઔર ઉપર રિશ્વત નહી ચલતી. એટલે વિઝનરી એન્ટરપ્રિન્યોર હોવું એ બહુ જ મોટી વાત છે. એના પછી નિયમિતપણે સમાજને આપી દેવા ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિ, ધનની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ કરતા રહેવું એ જીવન જીવવાનો હેતુ છે. ધંધો વધારો ને પૈસા કમાવાની ના નથી, પણ આવા વિચારો સાથે રાખવાના.
‘બી અ વિઝનરી ઑન્ટ્રપ્રન્યોર, ટ્રાન્સફોર્મેશનલ લીડર એન્ડ ડેડિકેટેડ ફિલાન્થ્રોપિસ્ટ' વિષય પર ૪૦થી વધુ દેશમાં લાખો લોકોને પ્રેરણા આપનાર સ્વામીજીએ સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગસાહસિકોને જણાવ્યું હતું કે, માત્ર બ્રાન્ડેડ કપડાં પહેરવાથી વ્યક્તિત્વ નથી બનતું પણ વ્યક્તિ સદગુણોથી બ્રાન્ડેડ બને છે. તેમણે દ્યોગસાહસિકને પ્રેરણા આપતા કહ્યું કે સંતાનોને કરોડો રૂપિયા આપીને બગાડવા કરતાં તેમને વારસામાં નાને ધંધો કરવાની ક્ષમતા આપો. સંતાનોને સંઘર્ષ કરતા શીખવો. વર્લ્ડ ડિઝની, રતન ટાટા અને પ્રમુખસ્વામી મહારાજના જીવન પ્રસંગો ટાંકીને તેમણે લ્લષ્ટિ, કઠિન પરિશ્રમ અને મૂલ્યનિષ્ઠ નેતૃત્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. ગ્રાઉન્ડ લેવલ પર પગ મૂકતા સિવાય, વ્યક્તિગત જન સંપર્ક સિવાય તમે પરિવર્તન લાવી જ ના શકો. તેમણે કહ્યું કે બ્રાન્ડેડ કપડાં કે ગાડીથી વ્યક્તિ બ્રાન્ડેડ નથી બનતી. વિચારો, ભાવનાઓ અને સદ્ગુણોથી બને છે. બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પછી કહ્યું હતું મારા જીવનમાં આટલી પ્રભાવશાળી અને ઇન્ટિગ્રિટીથી ભરેલી આંખો મેં ક્યારેય નથી જોઈ.''
સ્વામીજીએ કહ્યું કે, ૧૬૮ કલાક અઠવાડિયાના આપણી પાસે છે તેમાંથી ૧૬૬ વાપરવાના આપણી માટે. તેમાંથી બે કલાક તો સમાજને પાછા આપવા જોઈએ. અને કોકના ચહેરા ઉપર એક સ્માઈલ જોવું અને સ્માઈલનું કારણ તમે હો એ જીવનનો સૌથી મોટો આનંદ છે. અંતમાં તેઓએ કહ્યું કે, તમારા જીવનની છેલ્લી પાંચ સેકન્ડમાં બે ફોટા દેખાડવામાં આવે. એકમાં તમારું ૪૦ માળનું ટાવર મુખ્યમંત્રી સાથે ઉદ્ધાટન કરતા અને બીજામાં તમે ઊભી કરેલી સમાજસેવા સંસ્થામાં હજારો લાભાર્થીઓ. કયો ફોટો છાતી પર રાખીને જવાનું મન થશે? હાજરીમાં લગભગ બધાએ બીજા ફોટાની તરફેણ કરી. સ્વામીજીએ આપેલ વકતવ્યમાંથી સ્પષ્ટ તરી આવતું હતું કે, વિઝનરી બનો, પરિવર્તન લાવો અને સમર્પિત દાતા બનો. તમારા વિચારો સમાજના ઉત્કર્ષ માટે કામ કરે તો જ તમે તમારા સુખના સાચા ઘડવૈયા બની શકો. કામ અને જીવનને એવું બનાવો કે એજ તમારી જાહેરાત કરે.
કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એડવર્ટાઈઝિગ સર્કલના કોર કમિટીના સભ્યો તુષાર ઝવેરી, જલાધિ ઝવેરી (એપેક્સ એડવર્ટાઇઝિગ), ગિરીશ ત્રિવેદી (દ્રષ્ટિ કોમુનીકેશન), નિલેશ ત્રિવેદી (મનીષ એડ્સ) મેહુલ દામાણી, જીતુ કોઠારી (રિઝેલ્ટ એડવર્ટાઇઝિગ), જયેશ સોના (એડેક્સ મીડિયા લિક્સ) લિક્સ), નયનેશ પારેખ (એસેન્ટ), કમલ પારેખ (સર્જન એડવર્ટાઇઝિગ) સહિત ય્ખ્ઘ્ના કમીટી મેમ્બર્સ પ્રશાંત ચંચલ (પાન કોમ્યુનીકેશન), દેવ મહેતા (સુનીલ પબ્લીસીટી), મહેશ શાહ (અરિહંત એડ), ધવલ બાવાની (એડમિડીયા), પ્રશાંત જોષી, મૌલિક જોષી (ક્રિએટ ઈન્ડીયા), સુભાષ વઘાસીયા (સૌરાષ્ટ્ર સત્યમિડીયા), સંર્દીપ ગોહીલ, ક્રિશ ગોહીલ (વાઈકીંગ એડ), અર્પિત ગણાત્રા (જનાદેશ), ભૂપેન્દ્ર નંદાણી (સદગુરૂ એડ), રોહિત કાનાબાર (એડપોઈન્ટ) વગેરેએ સક્રિય યોગદાન આપ્યું હતું
સુવર્ણ નેતૃત્વમાં ચાલતા ભારતના વિકાસને રોકવો અશક્ય..
રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા તા.૨૪ ને શનિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રેરણાત્મક વક્તવ્ય યોજાયું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે સુવર્ણકાળ આપણા દેશનો ચાલે છે. સુવર્ણ નેતૃત્વ ચાલે છે. સુવર્ણકાળ અને સુવર્ણ નેતૃત્વ એમાં આપણે સૌ આપણી પેઢીને કંઈક રીતે સહભાગી થવાનો જે અવસર સાંપડ્યો છે ને એ ચૂકવાનો નહીં. એ જીવનનો મોટો આનંદ રહેશે. એ વિઝનરી લીડરશિપ છે. દેશ પ્રગતિ પણ કરી રહ્યો છે અને કરશે, નો સ્ટોપ ટુ ઇટ. ગમે તે શક્તિએ ત્યારે ભારતનો વિકાસને રોકવાને સમર્થ નથી. કારણ કે અત્યારે નેતૃત્વમાં, એટલે કે આપણા દેશના નેતૃત્વમાં, અધ્યાત્મ અને વહીવટિત શક્તિ બેય ભળેલી છે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીમાં વહીવટી કૂનેહ અને અધ્યાત્મ બે પૂર્ણ રીતે મિશ્રિત ચાલે છે. આવી વ્યક્તિને, આવા એડમિનિસ્ટ્રેશનને ડિફીટ કરવી ઇમ્પોસિબલ છે. શક્ય જ નથી. બે-ચાર જણા ગમે ત્યાં કૂદા-કૂદ કરે, ઇટ મેક્સ નો ડિફરન્સ.
RACનું એન્થમ સોંગ અને પુસ્તકનું ટાઇટલ લોન્ચ
રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા તા.૨૪ ને શનિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રેરણાત્મક વક્તવ્ય યોજાયું હતું. આ પ્રસંગે રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ દ્વારા ખાસ બનાવવામાં આવેલ એન્થમ સોંગ ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલના તમામ સભ્યોએ સ્ટેજ પર સાથે રહી સોંગને ગાયું હતું. હવે ભવિષ્યમાં રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલના જે કોઇ કાર્યક્રમ થશે તેમાં આ એન્થમ સોંગ વગાડવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં જાહેરખબરની ઉત્પતિ, ઉત્ક્રાંતિ અને તેના ઇતિહાસને લઇ એક પુસ્તક આવવાનું છે જે હાલ લખાઇ રહ્યું છે પણ તેનું ટાઇટલ ધ જેનેસીસ ઓફ એડવર્ટાઇઝિગ નું લોન્ચીંગ ડો.જ્ઞાનવત્સલ સ્વામી તથા રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
(2:52 PM IST)










