<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.નો સતત બીજા વર્ષે પ્રથમ ક્રમ

સુચારૂ સંચાલન અને નફાનું ધોરણ જાળવી રાખ્‍યુઃ મંડળીના હોદેદારો ‘અકિલા'ના આંગણે

રાજકોટ, તા.૧પઃ અમરેલી જીલ્લાના બગસરામાં આવેલ શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાએ  સતત બીજા વર્ષે પ્રથમક્રમ જાળવી રાખ્‍યો હોવાનું ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ જણાવીને મંડળીની સિધ્‍ધીઓ હોદેદારોએ વર્ણવી હતી.

હોદેદારોએ જણાવ્‍યું હતુ કે શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.-બગસરા સ્‍થાપના ૩૦/૦૯/૧૯૮૪ સે. નં ૧૮૬૭૪ થી થઇ છે. વર્ષ ૨૦૨૫/૨૬ના પ્રગતિ દર્શક માહિતી પત્રક જોઇએ તો સભાસદ સંખ્‍યા ૨૪૫૩૯.૦૦, અનામત ભંડોળ તથા અન્‍ય ફંડ ૩૩૭૦૪૧૨૧૩.૯૦, થાપણો ૧૨૦૧૯૧૫૭૫૮.૦૨, ધિરાણ ૧૬૦૦૮૯૧૭૯૨.૮૫, નફો ૭૭૨૦૭૪૯૧.૩૭, રોકાણો ૫૨૦૭૭૮૬૩.૩૭, ટર્ન ઓવર ૭૨૦ કરોડ, પ્રથમથી જ ઓડીટ વર્ગ ‘અ' આવેલ છે.

શાખાઓ - બગસરા, ધારી, અમરેલી, ચલાલા, લીલીયા, રાજકોટ, બાપુનગર, નિકોલ (અમદાવાદ), વડોદરામાં છે.

શાખા બગસરા, ધારી, ચલાલા, લીલીયા મા સેઈફ ડીપોઝીટ વોલ્‍ટની સુવિધા તથા માલીકીના બિલ્‍ડીંગ છે.

ગુજરાત રાજય ની ૬૭૬૯ થી વધુ શરાફી મંડળીઓ માંથી શુસંચાલન અને નફાના ધોરણે ‘પ્રથમ ક્રમ' ની આ શરાફી મંડળી છે.

શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી- બગસરાના મેનેજમેન્‍ટ ની યાદી  જોઈએ તો સ્‍થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ, જનરલ એમ.ડી. નિતેષભાઈ ડોડીઆ, તજજ્ઞ ડિરેકટર કંચનબેન રાદડીયા (ધારાસભ્‍યઃ- અમદાવાદ ઠકકરબાપા વિસ્‍તાર), તજજ્ઞ ડિરેકટર શરદભાઈ લાખાણી (પુર્વે જીલ્લા પંચાયત પ્રમુખ),  જનરલ સેક્રેટરી દિનેશચંદ્ર મહેતા, ફિલ્‍ડ ઓફીસર જયદિપભાઈ નાકરાણી, :શાખા એમ.ડી.  બગસરા શાખા એમ.ડી મહેશભાઈ વ્‍યાસ,  ધારી શાખા એમ.ડી કેતનભાઈ ઘકાણ,  ચલાલા શાખા એમ.ડી  જયોતિકાબેન રાવલ, અમરેલી શાખા એમ.ડી તનસુખભાઈ ઠાકર,  લીલીયા શાખા એમ.ડી  પરીનભાઈ રાજપુરા,  રાજકોટ શાખા એમ.ડી  અરવિંદભાઈ નાગ્રેચા,  (બાપુનગર) એમ.ડી સુરેશભાઈ તોમર, (નિકોલ)એમ.ડી વિનુભાઈ રાદડીયા,  વડોદરા શાખા એમ.ડી મનોજભાઈ બોરડ(પટેલ) છે.

‘અકિલા' કાર્યાલય ખાતે જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીયા જનરલ મેનેજર ડી.જી. મહેતા, કર્મચારીઓ જયંતભાઇ ડોડીયા, કૌશિકભાઇ ચૌહાણ ઉપસ્‍થિત રહયા હતા.(દર્શન ઠાકર દ્વારા-બગસરા)

(3:01 PM IST)