<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જન્‍મ સાથે જ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મૃત્‍યુ

આજીડેમ ચોકડી પાસે માવધ વાટીકા સોસાયટીમાં રહેતાં સોમાણી પરિવારમાં શોક

 

 

રાજકોટ તા. ૩: આજીડેમ ચોકડી પાસે માવધ વાટીકાં રહેતાં પરિવારના બાળકને જન્‍મ સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા સારવાર માટે દાખલ કરાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડીથી આગળ માધવ વાટીકા સોસાયટી-૪માં રહતાં મેહુલભાઇ સોમાણીના પત્‍નિ કાજલબેન સોમાણીએ ગઇકાલે પુત્રને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ જન્‍મ સાથે જ આ નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાતાં બાળકોના વિભાગમાં દાખલ કરાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ અશોકભાઇ કલાલે જરૂરી કાર્યવાહી કરી હતી. જન્‍મ સાથે જ દિકરો ગુમાવતાં સોમાણી દંપતિ અને પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. પોલીસે મૃત્‍યુનું કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(3:12 PM IST)