તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
બાબા બાગેશ્વરની ‘સનાતન સેતુ હનુમંત કથા' : આવતીકાલે કાર્યાલયનું ઉદ્દઘાટન
રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે સંતો-મહંતો આશીર્વચન આપશે

રાજકોટ : સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ઐતિહાસિક ‘‘સનાતન સેતુ હનુમંત કથા'' આગામી ૫, ૬ ,૭ જૂન ત્રણ દિવસ, દરરોજ રાત્રે ૭ થી ૧૧ રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન થનારું છે. આ ધાર્મિક મહોત્સવ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કાર્યાલયનું ઉદઘાટન તા. ૨૪ રવિવારે સાંજે ૭ વાગે રમેશભાઈ પારેખ રંગદર્શન ખાતે પૂજનીય સંતોના હસ્તે થનાર છે. જેમાં પ. પૂજ્ય રાઘવદાસજી મહારાજ - રામ લખન આશ્રમ માધાપર ચોકડી રાજકોટ, અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કૈલાસ આનંદગીરી મહારાજ- અલખનો ઓટલો ન્યારા ખંભાળા, પ.પૂજ્ય અનિકેત દાસજી - ઇસ્કોન મંદિર સેક્રેટરી રાજકોટ, પૂજ્ય અનિલ મહારાજ- રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી ધર્મસંદેશ સમિતિ અધ્યક્ષ શ્રી, પ.પૂજ્ય રાધેશ્યામ બાપુ સાથે વિશેષ માર્ગદર્શક શ્રી શુક્લ -શાંતજી - બાગેશ્વર ધામ વ્યવસ્થા પ્રમુખની ઉપસ્થિતિ રહેશે.
‘‘સનાતન સેતુ હનુમંત કથા'' સફળ બનાવવા સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ખંભાયતા સાથે મુખ્ય આયોજન સમિતિમાંથી, આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, મંગેશભાઈ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, પરેશભાઈ રૂપારેલિયા, રમેશભાઈ શિંગાળા, ડેનીશભાઈ આરદેસણા, વિજયભાઈ પારખીયાએ વિવધ સંસ્થાઓના હોદેદારો અને સનાતની સ્વયં સેવકો સાથે યોજાનાર ધાર્મિક મહોત્સવના આયોજન અને પૂર્વ તૈયારીઓની ચર્ચા કરેલ. ઉપસ્થિત સંસ્થાઓમાં હિન્દુ જાગરણ મંચ- મંગેશભાઈ દેસાઈ વિક્રમસિંહ પરમાર , સ્નેહલભાઈ શાહ, તુલસીભાઈ પટેલ, ધર્મ જાગરણ સમન્વય - અરવિંદભાઈ સોજીત્રા, રમેશભાઈ શિંગાળા, શાંતનુ ભાઈ જીવાણી , દર્શકભાઈ ઘેટીયા,લઘુ ઉદ્યોગ ભારતી - દિનેશભાઈ ચાપાણી, દેવેન્દ્ર શર્મા, વિશ્વ હિન્દુ પરિષદ પરેશભાઈ રૂપારેલિયા, પંકજભાઈ તાવિયા દિલીપભાઈ દવે, સનાતન ધર્મ સંકલન સેવા સમિતિ માંથી- હર્ષિલ શાહ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન- પરેશભાઈ ખોખર, ઉમા સારથી ફાઉન્ડેશન- જ્યોતિબેન ટીલવા, સિંધી સોશિયલ ગ્રુપ- સુનિલભાઈ ટેકવાણી, વોર્ડ .૧૧ કોર્પોરેટર - રક્ષિતભાઈ કલોલા, વોર્ડ નં.૧૨ કોર્પોરેટર - કિરણ બેન હરસોડા અને મહિલા સમિતિ, વોર્ડ .૧૭ કોર્પોરેટર કૌશિકભાઈ ટાંક અને સ્વયં સેવક સમિતિ, બડા બજરંગ મિત્ર મંડળ, પુરુષાર્થ યુવક મંડળ, ચમત્કારિક હનુમાનજી મંદિર ટ્રસ્ટીઓ - ધર્મેન્દ્ર ભગત, બ્રહ્માંડ ફાઉન્ડેશન - ડેનીશભાઈ આરદેસણા, સર લાખાજીરાજ રોડ વ્યાપારી એસોસિયેશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસીએશન, નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટીશ્રી હસુભાઈ કાચા, આપાગીગા યુવક મંડળ- રાજુભાઈ સોલંકી, ઉમિયા ફાઉન્ડેશન- રવિભાઈ ચાંગેલા, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ રાજકોટ જીલ્લો- સાગર ભાઈ પોપટ , હિન્દ સ્વરાજ સેવા સંસ્થાન, સરદારધામ- યતીનભાઈ રોકડ, સિંધી સમાજ - સુનિલભાઈ ટેકવાણી, રાષ્ટ્ર સર્વોપરી - રાજેન્દ્રભાઈ પંડ્યા, શેર વિથ સ્માઈલ એનજીઓ કાઠીયાવાડી ફાઉન્ડેશન કોઠારીયા રોડ હિરેનભાઈ એચ ગોસ્વામી શ્રી રામેશ્વર મહાદેવ તથા ખોડીયાર મંદિર યુવા મંડળ ટ્રસ્ટ નિલેશભાઈ ભટ્ટ, ભગવા ગળપ - હર્ષદભાઈ રામાનંદી, જીગ્નેશ ભાઈ રામાવત, કારડીયા રાજપૂત અગ્રણી - મૌલિકસિંહ વાઢેર, વાલ્મિકી સમાજ અગ્રણી - સુરેખાબેન તથા યૌવન મેવાડા, વી કેન ગળપ - ડો.પીના કોટક, ડો.શિવાની કોટક, અન્ય કાર્યકર્તા અલ્પેશ વાઘેલા, જયદીપ વાઢેર વગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:19 PM IST)










