તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
આયુર્વેદ હવે માત્ર સારવાર નહી, સ્વસ્થ જીવનની જીવનદ્રષ્ટિ
આયુર્વેદ અપનાવો, સ્વસ્થ ભવિષ્ય બનાવો

આયુર્વેદ ભારતની સમળદ્ધ જ્ઞાનપરંપરાની અમૂલ્ય ધરોહર છે. આયુર્વેદ માત્ર રોગોની સારવારની પદ્ધતિ નથી. પરંતુ સ્વસ્થ જીવન જીવવાની. રોગોથી બચવાની અને પ્રકળતિ સાથે સંતુલન જાળવવાની એક સમગ્ર જીવનદૃષ્ટિ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતળત્વ હેઠળ ભારતમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક વિજ્ઞાન. સંશોધન, પુરાવા આધારિત અભિગમ અને નવીનતા સાથે જોડવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દિશામાં આયુર્વેદને દેશની સાથે વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થામાં પણ વધુ અસરકારક રીતે સ્થાન મળે તે માટે વિવિધ -યાસો કરવામાં આવી રહ્યા છે.
આજે જ્યારે આપણે આયુર્વેદ દિવસ ૨૦૨૬ની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે તેની થીમ "Ayurveda for Healthier Tomorrow" આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છેラઆયુર્વેદ માત્ર આજના સ્વાસ્થ્ય માટે નથી. પરંતુ આવનારી પેઢીઓના સ્વસ્થ ભવિષ્યના નિર્માણ માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સ્વાસ્થ્યનો અર્થ માત્ર રોગની સારવાર નથી. સ્વાસ્થ્યનો અર્થ છે-સ્વસ્થ રહેવાની આદત. સંતુલિત આહાર, યોગ્ય દિનચર્યા. પૂરતી નિદ્રા. માનસિક સંતુલન અને -કળતિ સાથે સુમેળ.
આ સમગ્ર અભિગમને આગળ વધારવા માટે આપણે ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહું છે.
પ્રથમ Integrative Healthcare for Better Health Outcomes.
આજની જરૂરિયાત એવી આરોગ્ય વ્યવસ્થાની છે જેમાં વિવિધ ચિકિત્સા પદ્ધતિઓની વિશેષતા અને અનુભવનો યોગ્ય ઉપયોગ દર્દીના વધુ સારા આરોગ્ય પરિણામો માટે થઈ શકે. આયુર્વેદની પોતાની આગવી વિશેષતાઓ છે અને તેને વૈજ્ઞાનિક તથા સુરક્ષિત રીતે વ્યાપક આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો અભિગમ મહત્વપૂર્ણ છે.
બીજું-Evidence, Research and Innovation in Ayurveda.આયુર્વેદની વૈશ્વિક સ્વીકળતિ અને ભવિષ્યના વિકાસ માટે વૈજ્ઞાનિક પુરાવા. ગુણવત્તાયુક્ત સંશોધન અને નવીનતા અત્યંત જરૂરી છે. આપણી પરંપરાગત જ્ઞાનસંપદાને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સમજવી. તેનું પ્રમાણભૂત સંશોધન કરવું અને સુરક્ષિત રીતે આગળ વધારવું આજની જરૂરિયાત છે.
આ દિશામાં WHO Global Traditional Medicine Centre, Jamnagar એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે. WHO અનુસાર આ કેન્દ્ર evidence, data, sustainability, equity તેમજ innovation અનેtechnology જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.પરંપરાગત ચિકિત્સા માટેના આ વૈશ્વિક જ્ઞાન કેન્દ્રની કામગીરી માટે ગુજરાતના જામનગરને મહત્વપૂર્ણ ભૂમિકા મળવી આપણા માટે ગૌરવની બાબત છે. ભારત અને WHO વચ્ચેની આ પહેલનો હેતુ પરંપરાગત ચિકિત્સા માટે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા ઊભા કરવા અને તેના સુરક્ષિત તથા અસરકારક ઉપયોગને આગળ વધારવાનો છે.
ત્રીજુ-Ayurveda for Community Wellbeing and Sustainable Living.આયુર્વેદનો સંબંધ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે નથી. સ્વસ્થ વ્યક્તિથી સ્વસ્થ પરિવાર, સ્વસ્થ પરિવારથી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ થાય છે.
આયુર્વેદમાં આહારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદના ત્રણ ઉપસ્તંભ-આહાર, નિદ્રા અને બ્રહ્મચર્યラસ્વસ્થ જીવનના મૂળભૂત આધારને દર્શાવે છે.
આહારનું મહત્વ માત્ર તેની nutritional value પૂરતું નથી. આયુર્વેદમાં અગ્નિ એટલે કે પાચનશક્તિને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી વ્યક્તિએ પોતાની પાચનશક્તિ અને જરૂરિયાત અનુસાર આહારની માત્રા નક્કી કરવી જોઈએ.
આયુર્વેદ આપણને છ રસラમધુર, અમ્લ, લવણ. કટુ. તિક્ત અને કષાયラના સંતુલિત ઉપયોગનું જ્ઞાન પણ આપે છે. એટલે આહાર માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી. પરંતુ સ્વાસ્થ્ય જાળવવાનો મહત્વપૂર્ણ આધાર છે.
આ સાથે આજે Ayurveda Aaharaને પણ આધુનિક regulatory framework સ્થાન મળ્યુ છે. Food Safety and Standards (Ayurveda Aahara) Regulations, 2022 હેઠળAyurveda Aahara નું નિયમન કરવામાં ં છે અને FSSAI દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ Ministry of Ayushના પરામર્શથી Category A હેઠળ આવતા Ayurveda Aaharaની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આયુર્વેદ આપણને પ્રકળતિ સાથેના આપણા સંબંધની પણ યાદ અપાવે છે. ઔષધીય વનસ્પતિઓ આપણી ચિકિત્સા પરંપરાની મહત્વપૂર્ણ ધરોહર છે. તેમનું સંરક્ષણ. ગુણવત્તાયુક્ત ઔષધીય વનસ્પતિઓની ઉપલબ્ધતા અને ખેડૂતોને તેની ખેતી માટે પ્રોત્સાહન આપવું આપણી સામૂહિક જવાબદારી છે.
આ વર્ષની થીમને કેન્દ્રસ્થાને રાખીને નિયામકશ્રી આયુષ્યની કચેરી, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના નાગરિકોમાં આયુર્વેદ પ્રત્યે જાગળતિ અને લોકભાગીદારી વધે તે હેતુથી નીચે મુજબના જનજાગળતિ, આરોગ્યલક્ષી અને આયુર્વેદ -ોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છ. જેમાં રાજ્યભરમાં
૧. ૧૮૦૦ જેટલા વિના મૂલ્યે નિદાન સારવાર કેમ્પ,૨. ૯૦૦ જેટલા વિના મૂલ્યે સેમિનાર/વર્કશોપ,૩. ૪૫૦૦૦ જેટલા ઔષધિય રોપા વિતરણ દ્વારા સ્વસંભાળ પ્રત્યે જાગળતિ,૪. ૨૦૦૦ થી વધુ ફી યોગ સેશન દ્વારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગળતિ,૫. ૩૦ જેટલા મેગા આયુષ મેળા દ્વારા આયુષ પ્રદર્શની. ટોક શો. સ્પર્ધાઓ, સારવાર, આયુષ અંગે માર્ગદર્શન, પ્રકળતિ પરીક્ષણ વગેરે એક્ટીવીટી,૬.૨૦૦ થી વધુ પોષણયુક્ત વાનગી પ્રદર્શનો
વગેરે વિવિધ આયુષ કાર્યક્રમો દ્વારા અંદાજિત છ લાખથી વધુ લોકોને આયુર્વેદ અંગે જાગળત કરવા અને સારવાર દ્વારા સ્વસ્થ જીવન -દાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
આ આયુર્વેદ દિવસ પર આપણે એક નાનો પરંતુ મહત્વપૂર્ણ સંકલ્પ લઈ શકીએ-આપણા ઘર, શાળા અથવા કાર્યસ્થળની આસપાસ ઓછામાં ઓછો એક ઔષધીય છોડ જરૂર વાવીએ અને તેના સંરક્ષણની જવાબદારી નિભાવીએ.
આજે હું દેશના તમામ આયુર્વેદ તબીબો, સંશોધકો, વિદ્યાર્થીઓ. શિક્ષકો. સંસ્થાઓ અને આયુર્વેદ સાથે જોડાયેલા તમામ સહયોગીઓને આ અભિયાનને જન-જન સુધી પહોંચાડવા માટે યોગદાન આપવા અપીલ કરું છું.
આવો આપણે આયુર્વેદને માત્ર એક ચિકિત્સા પદ્ધતિ તરીકે નહીં. પરંતુ સ્વસ્થ જીવન માટેની જવાબદાર અને વૈજ્ઞાનિક જીવનદૃષ્ટિ તરીકે સમજીએ.
આવો. આપણા આહારમાં સંતુલન લાવીએ. દિનચર્યાને વ્યવસ્થિત બનાવીએ. પ્રકળતિ સાથે સુમેળ સ્થાપિત કરીએ. સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવાને મહત્વ આપીએ અને આવનારી પેઢીઓ માટે સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરીએ.આયુર્વેદ અપનાવો. સ્વસ્થ ભવિષ્ય અપનાવો.સ્વસ્થ ભારત, સશક્ત ભારત અને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારીએ.
(4:01 PM IST)










