તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
લોધિકા ખાતે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ : માર્ગદર્શન

રાજકોટ : રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાનું, ચાંદલી દ્વારા લોધિકા ખાતે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન સરકારી આયુર્વેદ દવાખાનું, ચાંદલીના મેડિકલ ઓફિસર ડૉ. રંજિતા વાઘમશીના આયોજન અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કેમ્પના ઉદ્ધાટન સમારોહમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુનિલ હપાલિયા, લોધિકા ગામના સરપંચ, ચંપાબેન ખીમસૂરિયા તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુનિલ હપાલિયા દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી, યોગ્ય અને પૌષ્ટિક આહાર-વિહાર, દિનચર્યા, યોગ તથા રોજિંદા જીવનમાં આયુર્વેદનું મહત્ત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પમાં આયુર્વેદ વિભાગના ડૉ. રંજિતા વાઘમશી, ડૉ. રીંકુ સખિયા, ડૉ. રાજેશ ગઢિયા, ડૉ. જિતેશ પાદરિયા અને ડૉ. સમીર ગઢિયા તેમજ હોમિયોપેથી વિભાગના ડૉ. જ્યોતિ સોઢા અને ડૉ. મયુરી સંઘાવી દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી.
દર્દીઓને આયુર્વેદિક તથા હોમિયોપેથી સારવાર, આરોગ્ય સલાહ અને ઔષધો આપવામાં આવ્યા હતા. સાથે બ્લડ પ્રેશર સહિતની પ્રાથમિક આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.
(4:03 PM IST)










