<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અયોધ્‍યા મંદિર ચોરીના આરોપીઓને પરીસરમાં પ્રવેશ બંધી ફરમાવોઃ લોકસંસદ વિચાર મંચની માંગ

તપાસ સીબીઆઇને સોંપી કસુરવારો સામે કડક પગલા ભરવા માંગણી

રાજકોટઃ તા.ર૩,  લોકસંસદ વિચાર મંચના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, લાખાભાઈ ઊંધાડ, પટેલ નાગજીભાઈ વિરાણી, પ્રતાપભાઈ વાળા, જેન્‍તીભાઈ હિરપરા, પૂર્વ ફોજી નટુભા ઝાલાની સંયુક્‍ત યાદી જણાવેલ છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્‍ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે.

અયોધ્‍યાના રામ મંદિરમાં વર્ષોથી દાનમાં આવેલા આભૂષણો અને કરોડોની રોકડ રકમ સગે વગે થઈ હોવાનો પર્દાફાસ થયો છે. મંદિરના પરિસરમાં રહેલા સીસી ફૂટેજ માં ભાંડો ફૂટી ગયો છે. રામ મંદિરમાં જ લૂંટફાટ થઈ રહી છે એ હવે છાનુ રહ્યું નથી. રોકડ રકમ અને આભૂષણોની લૂંટ ચલાવનારા સામે રાજ્‍ય સરકારે SIT (સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે અને તેના દ્વારા તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે પરંતુ આજ દિન સુધી FIR થઈ નથી અને કોઈની ધરપકડો પણ કરવામાં આવી નથી.

મંદિરના ટ્રસ્‍ટીઓ દ્વારા મામકાવાદ ચલાવી પોતાના મળતીયાઓને મંદિરમાં મહત્‍વની જવાબદારી સોંપી હતી જે રૂા.૧૫૦૦૦ ના પગારદારો કરોડો રૂપિયાના માલિક બની ગયા હોવાનું જાણમાં આવેલ છે તો આ તમામ ની સંપત્તિ ટાંચમાં લો અને રામ મંદિર પહેલાની પરિવારની સંપત્તિ અને વર્તમાન સંપતિની જેમાં વાહનો, આભૂષણો અને રોકડ રકમ બેંક સ્‍ટેટમેન્‍ટ તાત્‍કાલિક જાહેર થવા જોઈએ.

  હાલમા ટ્રસ્‍ટીઓ અને કર્મચારીઓને અયોધ્‍યા ન છોડવા આદેશ થયો છે પરંતુ તે પૂરતો નથી આ લોકોને મંદિરના પરિસરમાં કાયમી નો એન્‍ટ્રી થવી જોઈએ. રામ મંદિરમાં આપેલી ૨૦૦ કિલો ચાંદીની ઇંટો ખાઈ ગયાના આક્ષેપો થયા છે. કોઈ દાન આપે કે આભૂષણ આપે તો પહોંચ અપાતી ન હોવાના આક્ષેપો થયા છે ત્‍યારે

મંદિરના દાનની લૂંટની ઘટનાની કપાસ તાત્‍કાલિક CBI મેં સોપાવી જોઈએ અને દાનની રકમ અને આભૂષણો લૂંટનારાને દાખલારૂપ સજા મળવી જોઈએ તેમ લોક સંસદવિચાર મંચના શ્રી આસવાણી, શ્રી ઝાલા,શ્રી રાઉલ, શ્રી ઉંઘાડ, શ્રી વિરાણી,શ્રી વાળા, શ્રી હિરપરા અને શ્રી ઝાલાએ માંગણી ઉઠાવી છે. (

(3:25 PM IST)