<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

રવિવારથી રામનગરના રામમંદિરે ભાગવત સપ્‍તાહનો મંગલમય પ્રારંભ

પ્રભુ સેવા સાથે માનવસેવાના અદભુત સંગમ રચાશેઃ પૂર્ણાહુતિ પ્રસંગે શનિવાર તા.૩૦ ના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પનું અનેરું આયોજનઃ નિમિત્ત યજમાન સ્‍વ. શિવબા અરજણભાઇ સોલંકી રહેશે, જયારે ભાવિક ભક્‍તો માટેના મહાપ્રસાદના યજમાન સ્‍વ. જમનાબેન સોરઠીયા અને વસંતભાઈ ગાદેશા પરિવાર રહેશેઃ જાણીતા ભાગવતાચાર્ય કૌશિકભાઇ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવાશે

 

રામનગરમાં આવેલ સેવા, સંસ્‍કૃતિ જતન અને ધર્મ જ્ઞાનના સંગમ જેવા રામ મંદિર દ્વારા આયોજીત હપ્‍તાહનું નિમંત્રણ આપવા માટે જાણીતા ઉદ્યોગપતિ રામમંદિરના ટ્રસ્‍ટી વસંતભાઇ ગાદેશા ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને રૂબરૂ નિમંત્રણ પાઠવ્‍યું તે પ્રસંગની તસ્‍વીરઃ ઉકત પ્રસંગે સેવાકિય સંસ્‍થાના અગ્રણી દેવતભાઇ ગાદેશા અને અકિલા પરિવારના જગદીશભાઇ ગણાત્રા તસ્‍વીરમાં દ્રષ્‍ટિગોચર થાય છે.

રાજકોટ, તા.ર૧: સંસ્‍કળતિ અને પ્રાચીન વિરાસત જાળવવા જ્‍યાં અવિરત ધાર્મિક કાર્યક્રમો અને સેવાની સરવાણી વહેતી  રહે છે તેવા પ્રભુ સેવા અને માનવ સેવાના અનેરા સંગમ જેવા અત્રેના રામનગર સ્‍થિત શ્રી રામ મંદિરે મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરું આયોજન થયું છે.

તા.૨૪ મે રવિવારથી જેનો મંગલમય પ્રારંભ થવાનો છે, તેની પુર્ણાહુતી તા. ૩૦ મે શનિવારના રોજ થશે કથા શ્રવણ જાણીતા ભાગવતાચાર્ય શ્રી કૌશિકભાઇ ભટ્ટ (રાણસીકી)વાળા દ્વારા પોતાની સુમધુર શૈલીમાં કરવામાં આવશે. પોથી યાત્રા તા ૨૪ મેને રવિવારના રોજ સવારે ૯ કલાકે નીકળશે. કથા સ્‍થળ શ્રી. રામ મંદિર, રામનગર, પી ડી.માલવિયા કોલેજની બાજુમાં ગોંડલ રોડ ખાતે રહેશે.

આયોજકો દ્વારા ભાગવત સપ્તાહમાં પ્રભુ સેવા સાથે માનવ સેવાનો સંગમ રચવા પૂર્ણાહુતિ પ્રસંગે અર્થાત્‌ તારીખ ૩૦ ને શનિવારે સાંજે ૪થી ૯ સુધી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ અનેરું આયોજન કર્યું છે.

પૂજ્‍ય હનુમાનજી મહાજના મુખ્‍ય યજમાનપદે યોજાનાર દિવ્‍ય કથાના નિમિત્ત યજમાન સ્‍વ. શિવબા અરજણભાઇ સોલંકી રહેશે જ્‍યારે ભાવિક, ભકતો માટે મહાપ્રસાદના યજમાન તરીકે સ્‍વ જમનાબેન સોરઠીયા પરિવાર અને  વસંતભાઈ ગાદેશા પરિવાર રહેશે.

તા. ર૬/પ/ર૬ મંગળવાર અશોકભાઇ ભાયાણીનો શ્રી રામ જય રામ જય જય રામની ધૂનનો પ્રોગ્રામ રાખેલ છે.(

(3:06 PM IST)