તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
‘‘સુર હમારા-પ્યાર આપકા'' સુર મહિમા યોજીત સંગીત સંધ્યામાં શ્રોતાઓ ડોલી ઉઠયા

રાજકોટઃ સંગીત ક્ષેત્રે સતત સક્રિય ‘‘સુર મહિમા'' ગ્રુપ દ્વારા તાજેતરમાં હેમુ ગઢવી મીની હોલ ખાતે ‘‘સુર હમારા-પ્યાર આપકા'' શીર્ષક હેઠળ એક સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ‘‘સુર મહિમા''ગ્રુપના જાણીતા કલાકારોએ એક થી એક ચડિયાતા જુના-નવા ફિલ્મી ગીતો રજુ કરીને શ્રોતાઓને ડોલાવ્યા હતા. આયોજકો-વિશાલભાઇ કાત્રોડીયા (સંગીત ફાઉન્ડર), પ્રકાશભાઇ સોલંકી (આયોજક), હેતલબેન ઠકકર (આયોજક) ની અથાગ મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વૈભવભાઇ ચોકસી (ગ્રાહક સુરક્ષા પરિષદ-ગાંધીનગર) પ્રશાંતભાઇ શાહ (નવનાત વણિક રાષ્ટ્રીય પ્રમુખ), કિરીટભાઇ ઘેલાણી (ગ્રાહક સુરક્ષા સમીતી), જીજ્ઞેશભાઇ વાગડીયા (સોની સમાજ અગ્રણી), શ્રીમતી અસ્મીતાબેન પાટડીયા (સોની મહિલા અગ્રણી), સુરેશભાઇ મારૂ (રિટાયર્ડ એ.એસ.આઇ), સંજયભાઇ પંડયા (સીંગર એસ.પી.) અને જીજ્ઞેશભાઇ બારભાયા (રૂદ્ર ગોલ્ડ) ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સુરમહિમા ઓર્ગેનાઇઝર/ પરિવાર દ્વારા તમામ મહેમાનો, કલાકાર મિત્રો અને હાજર તમામ સંગીત પ્રેમી રસીક જનતાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તેમ શ્રી પ્રકાશ સોલંકી (મો.૯૮૯૮૭ ૮૪૬૫૮) ની યાદીમાં જણાવ્યુ઼ છે.
(2:47 PM IST)










