તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ઘરના સીસીટીવી કેમેરા બાથરૂમની સામે આવતાં હોઇ હટાવવાનું કહેતાં હુમલો
સરધારના ઉમરાળીમાં ડાયાભાઇ પરમાર પર કુટુંબીઓ પાઇપથી તૂટી પડતાં લોહીલુહાણ

રાજકોટ તા. ૨૭: તાલુકાના સરધાર તાબેના ઉમરાળી ગામે રહેતાં ડાયાભાઇ રાણાભાઇ પરમાર (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ પર સવારે આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે તેના જ કુટુંબી ભત્રીજાઓએ હુમલોક રી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ડાયાભાઇ ચાર બહેન અને બે ભાઇમાં મોટા છે અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે દિકરા છે. ડાયાભાઇએ જણાવ્યું હતું કે અમારા કુટુંબી સગા એવા હિતેષ સોમાભાઇ, ભાવેશ વીરામાઇ, રોહિત વીરાભાઇ, ગોપાલ સોમાભાઇ તેમજ વીરાભાઇ ગોવિંદભાઇ અમારી સામે જ રહે છે. તેણે ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા હોઇ તે અમારા બાથરૂમની બરાબર સામે જ હોઇ જેથી તેને કેમેરા દૂર હટાવવાનું કહેવા જતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(3:24 PM IST)










