તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
આટકોટ-ગોંડલ સ્ટેટ હાઇવે ભંગાર હાલતમાં: અજમેર ફીડરમાં ભારે વીજ ધાંધીયાઃ હિરાસર એરપોર્ટમાં મોબાઇલ નેટવર્ક ખરાબ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર મોવડી ગામ પાસેના રસ્તાને સિકસલેન બનાવવા માંગણી કલેકટર કચેરીમાં ફરિયાદ સંકલનમાં ધારાસભ્યો-આગેવાનો દ્વારા અનેક પ્રશ્નો રજૂ થયા

રાજકોટ, તા. ૧૭: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ઓક્ટોબર માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને યોજનાકીય કામગીરીની વિસ્તળત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કુવાડવા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરીમાં મહેકમ વધારવા તેમજ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) માટે નવા બિલ્ડિંગની માંગણી વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આટકોટ-ગોંડલ સ્ટેટ હાઈવેની ક્ષતિગ્રસ્ત સ્થિતિ, અંબારડી અને સોમલપર ડેમમાં પાઇપલાઇન રીપેરીંગ, વિંછીયા ગામે કમ્યુનિટી હોલનું નિર્માણ, અજમેર ફીડરમાં વીજ પુરવઠાની નિયમિતતા તેમજ જસદણના પારેવાળા ગામમાં રમતગમત મેદાનની ફાળવણી સહિતના વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી હતી અને આ અંગે ત્વરિત જરૂરી પગલાં લેવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે પ્રેરણા પ્રવાસ, કન્ઝ્યુમર ક્લબ અને પ્રાકળતિક કળષિ મોડલ ફાર્મ સહાય અંગે વિગતો મેળવી હતી. તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવર્તતી મોબાઈલ નેટવર્કની સમસ્યાના કાયમી સમાધાન વિશે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. વધુમાં, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર મોવડી ગામ પાસેના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેન કરવા, બામણબોર ટોલ પ્લાઝા નજીક રસ્તા મરામતની કામગીરી હાથ ધરવા, સૂચિત સોસાયટીઓને રેગ્યુલાઇઝ કરવા તથા લોઠડા-પડવાલા-પીપલાણા ઔદ્યોગિક વિસ્તાર અંતર્ગત સિદ્ધેશ્વર અને વળંદાવન સબ-સ્ટેશનમાં થતા પાવર ટ્રીપિંગના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત, આ બેઠકમાં અંબિકા પાર્કમાં ગેસ કનેક્શન અને પાદરીયા ગામે ગામતળ માપણી, આધાર કીટ સહિતના વિવિધ મુદ્દાઓ પર પરામર્શ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટરે ‘સેવા સંકલ્પ અભિયાન' હેઠળ વિવિધ વિભાગો દ્વારા સેવા સેતુ અંતર્ગત થયેલી ઉત્કળષ્ટ કામગીરીને બિરદાવી હતી
(3:07 PM IST)










