તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
અશોકજી સિંધલનું જન્મ શતાબ્દિ વર્ષઃ રવિવારે સંમેલન
વિહિપના ભાવેશભાઇ ઠક્કર કહે છે આખુ વર્ષ વિવિધ કાર્યક્રમો થશેઃ ૩૧ ઓકટોબરે સત્સંગ

વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત પત્રકાર પરિષદને સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઇ ઠક્કરે સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભુપતભાઇ ગોવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ), પરેશભાઇ રૂપારેલીયા (રાજકોટ વિભાગ મંત્રી), દિપકભાઇ ગમઢા (રાજકોટ વિજ્ઞાન સહમંત્રી) ઉપરાંત અગ્રણીઓ વિનયભાઇ કારીઆ, કૌશિક સરધારા, પંકજભાઇ જાવીયા, રાજુભાઇ ઉમરાણીયા, મૌલીકભાઇ દાવડા, કુલદીપભાઇ વિસાણી, આલાપ બારાઇ, હેનિલસિંહ પરમાર, મનિષાબેન પંડયા, સોનલબેન ચારણીયા, કુલદિપ વિસાણી, રેખાબેન સંગારખા વગેરે ઉપસ્થિત છે.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)(૬.૧૩)
રાજકોટ તા.રપઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિહિપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અશોકજી સિંધલના જન્મ શતાબ્દિ વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. તે અંતર્ગત તા.૨૭ રવિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ, સેટેલાઇટ ચોક, પેડક રોડ ખાતે સંગોષ્ઠિ (સંમેલન) યોજાનાર છે. જેમાં વિહિપના કેન્દ્રીય મંત્રી શ્રી ગોપાલજીનું વ્યાખ્યાન થશે. સંતો, મહંતો, પ્રબુધ્ધ નાગરિકો વગેરે હાજરી આપશે.
વિહિપના સોૈરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઇ ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવેલ કે, અશોકજી સિંધલ નો જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૬ ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અત્રૌલીમાં એક સમળદ્ધ પરિવારમાં થયો હતો. તેમણે બીએચયુ (IIT-BHU) વારાણસીમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં તાાતકની પદવી મેળવી હતી. તેઓ વર્ષ ૧૯૪૨માં આર.એસ.એસ. (RSS) માં જોડાયા હતા. તેઓ સંઘ ના પ્રચારક પણ રહ્યા હતા.વર્ષ ૧૯૮૦ના દાયકામાં તેમને વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ ૨૦ વર્ષથી વધુ સમય સુધી વી.એચ.પી. ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ રહ્યા અને સંગઠનને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવ્યું. અશોકજી સિંધલ અયોધ્યામાં રામ મંદિર નિર્માણના આંદોલનના મુખ્ય સુત્રધાર અને પ્રભારી હતા. ૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકામાં કારસેવકોનું નેતળત્વ કરવામાં અને રામ મંદિર આંદોલનને જન-જન સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હતી. નબળા સ્વાસ્થ્યને કારણે તેમણે ડિસેમ્બર ૨૦૧૧માં વી.એચ.પી. ના પ્રમુખ પદેથી નિવળત્તિ લીધી. ૧૭ નવેમ્બર ૨૦૧૫ ના રોજ ૮૯ વર્ષની વયે ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી શ્રી ભાવેશભાઈ ઠક્કરે જણાવેલ કે, અશોકજી સિંધલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સંગઠનાત્મક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાર્ષિક કાર્યક્રમ યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનાત્મક વિકાસ માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર પ્રાંત અંતર્ગત આવતા ૨૬ જિલ્લાઓના આશરે ૨૦૦ પ્રખંડોની સમિતિઓ પૂર્ણ કરવી તથા દરેક પ્રખંડમાં ઓછામાં ઓછા ૧૦ ગ્રામ સમિતિઓનું નિર્માણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક પ્રખંડમાં નિયમિત માસિક વર્ગ તથા માસિક બેઠક યોજાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, વર્ષ દરમિયાન નીચે મુજબના વિવિધ કાર્યક્રમો યોજાશેઃ પ્રાંત સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. વિશેષ સંપર્ક, વિદ્યા પ્રકોષ્ઠ તથા માતળશક્તિ આયામ દ્વારા વિભાગ સ્તરે સંગોષ્ઠી યોજાશે. ૩૧ ઓક્ટોબરે તમામ આયામો દ્વારા સત્સંગનું આયોજન કરી આ દિવસને સત્સંગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગૌરક્ષા અને ગૌસંવર્ધન આયામ દ્વારા નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર પ્રાંતના કોઈપણ બે પ્રખંડોમાં ગૌભક્ત સંમેલન યોજાશે. નૈતિક શિક્ષા આયામ દ્વારા ડિસેમ્બર મહિનામાં પ્રાંતના કોઈ એક સ્થળે વેદ વિદ્યાલય સંમેલન યોજાશે.
પ્રચાર-પ્રસાર આથામ તથા હિંદુ સંદેશ ટોળી દ્વારા વિશેષ અંકનું વિમોચન કરવામાં આવશે. તેમજ નવેમ્બર મહિનામાં પ્રાંત તથા વિભાગ કેન્દ્રો પર પ્રચાર-પ્રસાર ટોળી આયામ દ્વારા સંગોષ્ઠી યોજાશે. સેવા આયામ, ધર્મપ્રસાર આથામ તથા ધર્માચાર્ય સંપર્ક આયામ દ્વારા દરેક પ્રખંડની સેવાવસ્તી તથા સંવેદનશીલ વિસ્તારોમાં સંતોના પ્રવાસનું આયોજન ૨૧થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. સામાજિક સમરસતા આયામ, બજરંગદળ આયામ તથા ધાર્મિક યાત્રા સંઘ આયામ દ્વારા વિભાગ સ્તરે સમરસતા યાત્રાનું આયોજન ૨૦થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. ધર્માચાર્ય સંપર્ક આયામ દ્વારા માર્ચ મહિનામાં વિભાગ સ્તરે સંત સંમેલન યોજાશે. મંદિર અર્ચક-પુરોહિત, વિશેષ સંપર્ક તથા સામાજિક સમરસતા આયામ દ્વારા જૂન મહિનામાં જિલ્લા સ્તરે સામાજિક સદભાવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
૨૭ સપ્ટેમ્બર, રવિવારના રોજ, અશોકજી સિંધલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સમગ્ર હિંદુ સમાજના કાર્યકર્તા ભાઈઓ-બહેનો તથા સમાજના તમામ સજ્જનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપીલ તેમ ભાવિક ભટ્ટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર પ્રમુખ- સોૈરાષ્ટ્ર પ્રાંતએ જણાવ્યુ હતું.
વિધર્મી મુકત નવરાત્રી માટે બજરંગદળના પ્રયાસો
પહેલા વંદેમાતરમને સ્વીકારો પછી ગરબાની વાત
રાજકોટઃ વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી ભાવેશભાઇ ઠક્કરે પત્રકારો સાથેની વાતચીતમાં નવરાત્રીમાં રાસ ગરબામાં હિન્દુ સિવાઇનાને પ્રવેશ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે કોંગ્રેસની માનસિકતા સૌ જાણે છે. વિધર્મી મુકત નવરાત્રિ ગરબા માટે બજરંગદળ પ્રયત્નશિલ છે. બજરંગદળના કાર્યકરો દાદાગીરી માટે નહિ પણ જનજાગરણ માટે જાય છે. તે લોકો પહેલા વંદેમાતરમને સ્વીકારે પછી આપણે તેમને ગરબામાં પ્રવેશે અંગે વિચારણા.

અશોકજી સિંધલના પાત્રમાં અનુપમ ખેરઃ ફિલ્મ નિર્માણ
આસ્થા, સંઘર્ષ અને રાષ્ટ્રના સંકલ્પની ગાથા
રાજકોટઃ વિહિપના રાષ્ટ્રીય નેતા સ્વ. અશોકજી સિંધલના જન્મ શતાબ્દિ વર્ષ નિમિતે તેમના જીવન આધારિત ફિલ્મનું નિર્માણ થઇ રહયુ છે. આ ફિલ્મ શ્રી રામભુમિમાં પ્રસ્તુત થશે. જેમાં જાણીતા અભિનેતા અનુપમ ખેર અશોકજી સિંધલનું પાત્ર ભજવશે.
ફિલ્મ શ્રી રામભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પાછળની ઐતિહાસિક, કાનૂની અને સાંસ્કૃતિક સફરને રજુ કરે છે.
દિગ્દર્શન અને નિર્માણઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર નિત્યનારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત અને ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત.
કલકારોઃ રિત્વિક ભૌમિક અને અમૃતા ખનવિલકર પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલમ ટુંક સમયમાં પ્રસારિત થશે.
(3:10 PM IST)










