<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અષાઢી બીજ અને કચ્‍છી નવા પાવન પ્રસંગે કચ્‍છ ક્ષત્રિય સમાજ રાજકોટ દ્વારા સ્‍નેહમીલન

રાજકોટઃ કચ્‍છી અષાઢી બીજ તથા કચ્‍છી નવા વર્ષના પાવન અવસરે કચ્‍છ ક્ષત્રિય સમાજ, રાજકોટ દ્વારા ભવ્‍ય સ્‍નેહમિલન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમમાં પ્રમુખશ્રી સામતસિહ વેલુભા જાડેજા (વડસર), ઉપપ્રમુખશ્રી અશોકસિહ પ્રવિણસિહ જાડેજા (ધોકડા), મંત્રીશ્રી રાજેન્‍દ્રસિહ અભેસિહ જાડેજા (ટુંડા), સહમંત્રીશ્રી આર. એમ. જાડેજા (સમાઘોઘા), ખજાનચીશ્રી શક્‍તિસિહ બહાદુરસિહ જાડેજા (બાયઠ) તેમજ બટુકસિહ તખુભા જાડેજા (મોટા બાંદ્રા) સહિત કમિટીના તમામ સભ્‍યોએ ઉપસ્‍થિત મહેમાનો અને સમાજજનોનું સ્‍વાગત કર્યું હતું.

ચારણ સંતશ્રી પાલુભગતજી બાપુ (વવાર, કચ્‍છ  હાલ કાળીપાટ, રાજકોટ), શ્રી ઓમકારસિહ જાડેજા (લાકડિયા રાજપરિવાર), શ્રી પી. એમ. જાડેજા (જિલ્‍લા તિજોરી અધિકારી, રાજકોટ) તથા ડો. ભવાનીસિહ સોઢા (કોર્પોરેશન આરોગ્‍ય વિભાગ, રાજકોટ) વિશેષ ઉપસ્‍થિત રહી આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્‍યું હતું.

સંસ્‍થાના પ્રમુખશ્રી સામતસિહ વેલુભા જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, સમાજની સાચી તાકાત તેની એકતામાં રહેલી છે. એકતા હશે તો શિક્ષણ, આરોગ્‍ય, યુવા વિકાસ, દીકરા-દીકરીઓના ઉચ્‍ચ શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસના અનેક કાર્યો સરળતાથી શક્‍ય બનશે. સમાજના જે વિકાસકાર્યો પૂર્ણ થયા છે તે ગૌરવની વાત છે અને જે કાર્યો બાકી છે તે પણ સૌના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે.

સમાજના કોઈપણ ભાઈ કે બહેનને મુશ્‍કેલીના સમયમાં જરૂર પડશે ત્‍યારે કચ્‍છ ક્ષત્રિય સમાજની કમિટી તાત્‍કાલિક મદદ માટે પહોંચશે અને સમાજસેવાનું કાર્ય સતત આગળ વધારશે

વિશેષરૂપે બહેનોએ કચ્‍છી અષાઢી બીજ અને નવા વર્ષની ખુશીમાં ઉત્‍સાહભેર પરંપરાગત ગરબા રમીને સમગ્ર વાતાવરણને આનંદમય અને ઉત્‍સવમય બનાવી દીધું હતું.

આ સ્‍નેહમિલન કાર્યક્રમ સમાજમાં એકતા, સંગઠન, સેવા અને સંસ્‍કારના મૂલ્‍યોને વધુ મજબૂત બનાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

શ્રી ગજેન્‍દ્રસિંહજી જાડેજા આભાર વ્‍યક્‍તઃ કરેલ અને  શ્રી આર એમ જાડેજા -સમાઘોઘા સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

(2:23 PM IST)