News of Thursday, 28th May 2026
આર્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે ત્રિમૂર્તી બાલાજી મંદીરે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
રક્તદાતાઓને ટીફીનની ભેટઃ ૧૦૦૦ તૂલસીના છોડનું વિતરણ કરાશે

રાજકોટ,તા.૨૮: આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદિરના સંયુક્ત ઉપક્રમે તા.૩૦મે શનિવારના થેલેસેમિયા પીડિત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉનાળાની ઋતુ દરમિયાન સર્જાતી રક્તની અછતને પહોંચી વળવા ‘‘૧ રક્તદાન, ૩ નવજીવન''ના સંદેશ સાથે શહેરના સેવાભાવી નાગરિકોને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.
આ કેમ્પની વિશેષતારૂપે રક્તદાતાઓને ટિફિન આપવામાં આવશે. ઉપરાંત પુરુષોત્તમ માસ નિમિતે આર્યા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા ૫૦૦૦ છોડ વિતરણ અભિયાન અંતર્ગત કેમ્પમાં ૧૦૦૦ તુલસીના છોડનું પણ વિશેષ વિતરણ કરવામાં આવશે. મધનું પણ વિતરણ કરાશે.
શ્રી ત્રિમૂર્તિ બાલાજી મંદીર, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે તા.૩૦ના શનિવારે સાંજે ૭ થી રાત્રે ૧૧ આયોજીત આ કેમ્પમાં વધૂમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં વિગતો વર્ણવતા ડો.ભાવના કક્કડ (મો.૮૨૦૦૦ ૪૨૩૩૧), ભગીરથસિંહ જાડેજા (મો.૯૯૦૯૮ ૯૧૩૨૭) અને રાજેન્દ્રકુમાર આર્ય નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:09 PM IST)










