તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
પોલીસ સમક્ષ ખોટી વ્યક્તિ ઉભી રાખી બોગસ જામીન આપવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૪: પોલીસ સ્ટેશનમા ખોટી સહીઓ કરી, ખોટા વ્યક્તિને ઊભા રાખી ખોટા જામીન આપવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આજથી બાર વર્ષ પહેલા આરોપી માલદે નારણભાઈ, હમીર ઉર્ફે હમીરો ઉકાભાઇ, તથા બોઘાભાઈ જગમલભાઈ, વરજાંગભાઈ જગમાલભાઈ, કેશોદભાઈ તથા નીતિનભાઈ બચુભાઈ ખૂટ રહે રાજકોટ વાળા સામે ગુનો નોંધાયેલ જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓના કાંતિભાઈ ભવાનભાઈ પટેલ મોટર સાયકલની આર.સી. બુક લઇ ખોટા જામીનદાર થઈ અને કાંતિભાઈ ભવાનભાઈ પટેલ પોતે હાજર નહીં હોવા છતાં આર.સી. બુકનો આધાર રજુ કરી આરોપીઓને જામીન પર છોડાવી જઈ એકબીજાને મદદગારી કરતા ગુનો દાખલ થયેલ હતો.
આ કામના આરોપી માલદે નારણભાઈ, હમીરભાઇ ઉર્ફે હમીરોએ આરોપી બોઘા જગમાલભાઈ, વરજાંગભાઈના જામીન પડતાં અને જામીન પર છોડાવી લઈ ગુનો કરેલ હતો અને આરોપી નીતિન બચુભાઈ ખૂંટ એ પોલીસને જામીન પર છોડવા માટે મદદગારી કરેલ હતી. જેથી તમામ આરોપી સામે ફરિયાદી ગજુભા જીલુંભા રાણાએ ફરિયાદ દાખલ કરેલ જેમાં આરોપીઓ સામે ખોટા જામીન પડવા, છેતરપિંડી કરવી, ફરિયાદી સાથે ઠગાઈ કરવી વિગેરે આઈ.પી.સી કલમ ૪૧૯, ૪૨૩, ૧૭૭, ૧૧૪, ૧૨૦(બી), ૨૦૧ વિગેરે ગુનાઓમાં આરોપીઓને ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં મુકેલ હતું અને કોર્ટમાં કેસ ચાલતા દરમ્યાન આઈ.પી.સી કલમ-૪૬૫ ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબની કલમોનો ઉમેરો કરેલ હતો.
આ કામમાં કાંતિભાઈ ભવનભાઈ સોજીત્રાએ કોર્ટમાં જણાવેલ કે પોતે જામીન થયેલ નથી. જામીન ખતમાં પોતાની સહી નથી અને ખોટી સહી છે અને સહી કરનાર હમીરભાઈ છે. આ કામમાં ફરિયાદી, સાહેદ, પંચો વિગેરેને કોર્ટ દ્વારા તપાસવામાં આવેલ હતા. આ કામમાં તપાસ દરમિયાન માલદે નારણભાઈ તથા નીતિનભાઈ દ્વારા પી.એસ.આઇ ચાંચિયાને બે આરોપીઓને જામીન પર છોડવા મદદગારી કરેલ હતી.
આ અંગે આરોપી નીતિન બચુભાઈ ખૂટના વકિલશ્રીએ કોર્ટમાં દલીલ કરેલ કે, આરોપીએ ખોટા દસ્તાવેજ બનાવેલ નથી, ઠગાઈ કરેલ નથી અને તકરાર જામીન ખતમાં સહી કરેલ નથી. ખોટા દસ્તાવેજો બનાવેલ નથી કોઈ ખોટી બનાવટ કરેલ નથી. જે તમામ હકીકત ફરિયાદ પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહેલ છે. જેના આધારે કોર્ટે અવલોકન કરેલ કે આરોપી વિરુધ્ધ સચોટ પુરાવા મળી આવતો ન હોય, જેથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આરોપી નિતિનભાઈ બચુભાઈ ખૂંટ તરફે વકિલ તરીકે ધારાશાષાી દિલીપ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોશી, અનિતા રાજવંશી તેમજ આસિસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા, આરતી પીપળીયા રોકાયેલા હતા.
કલ્પેશ નસીત અને દિલીપ પટેલ આરોપીના વકીલ
(2:45 PM IST)










