તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
ગુજરાતભરમાં ભાજપ દ્વારા ૬૦૦ જેટલા પ્રશિક્ષણ વર્ગો
ચૂંટણીઓ પૂરી થતા હવે ઘડતર કાર્યઃ તાલુકા અને વોર્ડવાર તા. ૩ જુને પ્રદેશમાં આયોજન અંગે બેઠક ત્યારબાદ સોૈરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે

રાજકોટ, તા. ર૯: ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતોની અને નગરો તથા મહાનગરોની ચૂંટણીના કારણે મુલત્વી રખાયેલ ભાજપના અભ્યાસ વર્ગો (પ્રશિક્ષણ) યોજવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જૂનના ત્રીજા અઠવાડીયામાં રાજયભરમાં ૬૦૦ જેટલા અભ્યાસ વર્ગ યોજાશે જેમાં અપેક્ષિત કાર્યકરોને પાર્ટીના નેતાઓ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે.
ભાજપ દ્વારા કાર્યકરોના ઘડતર માટે નિયમીત રીતે અભ્યાસ વર્ગો યોજાય છે. એ ક્રમ મુજબ આ આયોજન થયું છે. દરેક તાલુકા અને મહાનગરોમાં વોર્ડ દિઠ અપેક્ષિત કાર્યકરોને બે દિવસ અને એક રાત્રી માટે બોલાવી પ્રશિક્ષણ આપવામાં આવશે. રાજયમાં ર૧ જૂન આસપાસ ૬૦૦ જગ્યાએ આવા વર્ગો થશે જેમાં પાર્ટીનો ઇતિહાસ, વર્તમાન, સંઘષ, સરકારની કામગીરી સંગઠનના હોદેદારો અને ઇર્ન્ફોમેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા કાર્યકરોની ભુમિકા અંગે માર્ગદર્શન અપાશે. દરેક વર્ગમાં સરેરાશ ૧૦૦ થી વધુ કાર્યકરો ભાગ લ્યે તેવો અંદાજ છે. જેના આયોજન માટે તા. ૩ જૂને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજવામાં આવી છે. ત્યારબાદ પ્રશિક્ષણ આપનારા આગેવાનો માટે ઝોનવાઇઝ બેઠકો થશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો હોવાથી પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા માટે કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ છે.(
(3:35 PM IST)










