<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજકોટ મધ્‍યસ્‍થ જેલ સલાહકાર સમિતિ અને મુલાકાતી બોર્ડમાં બીન સરકારી સભ્‍યોની નિમણુંક

ત્રણ વર્ષના સમયગાળા માટે મેયર, ધારાસભ્‍યો, સામાજીક કાર્યકરોનો સમિતી અને બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્‍યો

રાજકોટ તા. ૬: રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે જેલ સલાહકાર સમિતિ અને જેલ મુલાકાતી બોર્ડમાં બિન-સરકારી સભ્‍યોની નિમણૂક કરવા બાબતે જેલ અધીક્ષકની યાદી મુજબ પત્રવ્‍યવહાર કરવામાં આવ્‍યો હતો. જેના અનુસંધાને રાજ્‍ય સરકારના ગળહ વિભાગ દ્વારા બે અલગ-અલગ પત્રો જાહેર કરીને આ બંને સમિતિઓમાં પ્રતિષ્‍ઠિતરાજકીય અને સામાજિક અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિમણૂકો આગામી ૩ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજ્‍ય સરકારના ગળહ વિભાગના તા. ૩૦/૦૫ના પત્ર અન્‍વયે રાજકોટ મધ્‍યસ્‍થ જેલની જેલ સલાહકાર સમિતિમાં  બિન-સરકારી સભ્‍યો તરીકે જે ૬ મહાનુભાવોની ૩ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે તેમાં મેયર ડો. નેહલ શુક્‍લ, ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, સામાજીક કાર્યકર નિલેષભાઇ દોશી, સામાજીક કાર્યકર પરિમલભાઇ પરડવા અને સામાજીક કાર્યકર શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીનો સમાવેશ થાય છે.

તેમજ રાજ્‍ય સરકારના ગળહ વિભાગના તા. ૦૧/૦૬ના પત્ર અનુસાર રાજકોટ મધ્‍યસ્‍થ જેલના જેલ મુલાકાતી બોર્ડમાં બિન-સરકારી સભ્‍યો તરીકે ૯ મહાનુભાવોની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક પણ ૩ વર્ષ અથવા તેઓ હોદ્દા પર રહે ત્‍યાં સુધી અથવા ધારાસભ્‍ય તરીકેના તેઓના પદનો અંત આવે એ બેમાંથી જે વહેલું હોય ત્‍યાં સુધીની રહેશ. જેમાં મેયર ડો. નેહલ શુક્‍લ, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયા, ધારાસભ્‍ય શ્રીમતિ ગીતાબા જાડેજા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, સામાજીક કાર્યકરો ઘનશ્‍યામસિંહ રાઠોડ, સિધ્‍ધરાજસિંહ જાડેજા, ઇલાબેન પંડયા અને શ્રીમતિ પ્રવિણાબેન રાઠોડનો સમાવેશ થાય છે.

આ નિમણુકોથી જેલ પ્રશાસનની કામગીરીમાં પારદર્શિતા વધશે અને કેદીઓના કલ્‍યાણ તેમજ જેલ વ્‍યવસ્‍થાપન સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોના સકારાત્‍મક ઉકેલમાં આ સભ્‍યો મહત્‍વની ભૂમિકા ભજવશે તેમ રાજકોટ મધ્‍યસ્‍થ જેલના પીઆરઆની યાદીમાં જણાવવામા આવ્‍યું છે.

(2:09 PM IST)