<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મનપાના ૧૪ કોમ્‍યુનિટી હોલના સંચાલન માટે ટ્રસ્‍ટ અને એનજીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ

૧૮ જુલાઈથી ૧૮ ઓગસ્‍ટ સુધી અરજી પ્રક્રિયા, ૨૪ ઓગસ્‍ટે પ્રી-બિડ બેઠક યોજાશે

રાજકોટ,તા.૨૩: મહાનગરપાલિકાના એસ્‍ટેટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ ૧૪ કોમ્‍યુનિટી હોલના સંચાલન માટે રસ ધરાવતા ટ્રસ્‍ટ, સંસ્‍થાઓ અને એનજીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

મનપા દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ આ કામગીરી માટેના અરજીપત્રકો મનપાની સત્તાવાર વેબસાઇટ rmc.gov.in પરથી કચેરીના સમય દરમિયાન મેળવી શકાશે.

અરજીપત્રકો મેળવવાની સમયમર્યાદા તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬થી તા. ૧૮ ઓગસ્‍ટ, ૨૦૨૬ સુધી નક્કી કરવામાં આવી છે.

ભરેલા અરજીપત્રકો સી.ડી./સ્‍પીડ પોસ્‍ટ મારફતે નિર્ધારિત સરનામે તા. ૨૪ ઓગસ્‍ટ, ૨૦૨૬ સુધી મોકલવાના રહેશે.

આ પ્રક્રિયા અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે તા. ૨૮ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મનપાની કચેરી ખાતે પ્રી-બિડ બેઠક યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરે રસ ધરાવતી સંસ્‍થાઓને સમયમર્યાદામાં અરજી કરવાની અપીલ કરી છે

(3:16 PM IST)