તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 27th July 2026
આપા ગીગાના ઓટલે બુધવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવનો અદકેરો થનગનાટ
ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે પ.પૂ. સદગુરૂ દેવનું શાષાોક્ત મંત્રોચ્ચારથી પૂજન થશેઃ અખાડાના સાધુ-સંતો માટે વિશેષ ભંડારો અને ભેટપૂજા સાથે દિવ્ય મહાપ્રસાદ-ફરાળનું આયોજન

રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલાથી ૬ કિ.મી. દૂર મોલડી ગામના વળાંક પાસે આવેલા સુપ્રસિધ્ધ શ્રી આપાગીગાના ઓટલે બે દિવસ પછી બુધવારે તા. ૨૯-૭-૨૦૨૬, બુધવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહંતશ્રી નરેન્દ્રબાપુના માર્ગદર્શન હેઠળ પ.પૂ. શ્રી જીવરાજબાપુ અને ગુરૂશ્રી શામજીબાપુનું ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષોક્ત મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવશે. સવારથી બપોર સુધી ચાલનારા આ મહોત્સવમાં સાધુ-સંતો માટે વિશેષ ભંડારો અને ભેટપૂજા, તેમજ આવનાર તમામ ભાવિક ભક્તો માટે શુદ્ધ ઘીની મીઠાઈઓ સાથેના મહાપ્રસાદ અને વિશેષ ફરાળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહંતશ્રી નરેન્દ્રબાપુ દ્વારા સર્વે સેવકગણને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં પરમ પૂજનીય સદગુરૂ દેવનું સ્થાન સર્વોત્તમ છે. અષાઢી પૂનમના આ પવિત્ર દિવસે દરેક શ્રદ્ધાળુઓ પોતાના સદગુરૂનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા છે કે ગુરૂને પોતાનું જ સ્વરૂપ માનવું. ભગવાન શ્રીકૃષ્ણના ગુરૂ સાંદીપની ઋષિ અને પ્રભુ શ્રીરામના ગુરૂ વસિષ્ઠ મુનિ હતા, તેમજ આ દિવસ મુનિવર શ્રી વેદવ્યાસજીનો જન્મદિવસ પણ છે.
આ પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ ચોટીલાથી રાજકોટ તરફ આવતા ૫ કિલોમીટર દૂર મોલડી ગામના વળાંક પાસે આવેલા શ્રી આપાગીગાના ઓટલૉ ખાતે તા. ૨૯-૭-૨૦૨૬, બુધવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભક્તિમય અને ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પધારો શ્રી આપાગીગાના ઓટલે, હાલો શ્રી આપાગીગાના ઓટલે, હરીહર હરીહર ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવાં... ના નાદ સાથે આ વર્ષે ઢોલ-નગારા અને શરણાઈના સૂર સંગાથે પ.પૂ. સદગુરૂ દેવનું પૂજન થશે. મહોત્સવમાં દરેક ભાવિકજનો વ્યક્તિગત રીતે અને પરિવાર સાથે પ.પૂ. જીવરાજબાપુ (ગુરૂશ્રી શામજીબાપુ) તેમજ શ્રી શામજીબાપુ (ગુરૂશ્રી લક્ષ્મણબાપુ)નું વિદ્વાન બ્રહ્મદેવોના શાષાોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરી શકશે. શ્રી આપાગીગા ઓટલાના મહંતશ્રી પૂજ્ય નરેન્દ્રબાપુ (ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થાનક સતાધાર ધામના પરમ પૂજ્ય સંતશ્રી તેમજ તેમના ગુરૂદેવ શ્રી જીવરાજબાપુના શુભ હસ્તે અને દાદાગુરૂ પ.પૂ. શ્રી શામજીબાપુ (ગુરૂશ્રી લક્ષ્મણબાપુ)ના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે સમગ્ર ભારતવર્ષમાં સુવાસિત છે. સદગુરૂ દેવ શિષ્યના જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનું અજવાળું ફેલાવે છે અને આદર્શ જીવનના શિલ્પી ગણાય છે.
ગુરૂ મહિમા વર્ણવતા અત્રે સ્વામી વિવેકાનંદ (શ્રી નરેન્દ્રનાથ) અને શ્રી રામકૃષ્ણ પરમહંસનો પ્રસંગ યાદ કરવામાં આવ્યો છે. જ્યારે નરેન્દ્રનાથે પૂછ્યું કે શું આપે ઈશ્વરને જોયા છે? ત્યારે રામકૃષ્ણ પરમહંસનો સ્પષ્ટ જવાબ હતો કે હા, મેં જોયા છે, જેમ તને જોઈ રહ્યો છું તેમ, બલ્કે એનાથી પણ વધુ સ્પષ્ટ રીતે. આ એક વાક્ય અને સદગુરૂના સ્પર્શ માત્રથી નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. કોઈપણ અપેક્ષા વગર થતું સત્કર્મ જ ભવિષ્ય નક્કી કરે છે. પ.પૂ. સદગુરૂ દેવ શ્રી જીવરાજબાપુ (ગુરૂશ્રી શામજીબાપુ) નો સંદેશ છે કે તમારા પરસેવાની કમાણી પર સેવા માટે વાપરો તે જ સાચી ગુરૂ ભક્તિ છે.ૅ ભક્તિ ગમે ત્યાં થાય, તેનો ઉજાસ નવખંડમાં ફેલાય જ છે.
આ શુકનવંતી ગુરૂપૂર્ણિમાના અવસરે સતાધાર ધામ તેમજ શ્રી આપાગીગા ઓટલાના સર્વે સેવકો, ભાઈઓ-બહેનો, માતાઓ અને યુવાનોને સહપરિવાર પધારી મહાપ્રસાદનો લાભ લેવા મહંત શ્રી નરેન્દ્રબાપુ (ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા હૃદયપૂર્વકનું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિશેષ માહિતી માટે ચોટીલાથી ૬ કિ.મી. અંતરે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ઓટલાના મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮, ૯૯૭૮૪ ૦૭૫૧૯ પર સંપર્ક કરી શકાશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.. આ આયોજનને લઈને શિષ્ય સમુદાયમાં અદકેરો થનગનાટ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.(૩૮.૩૨)
સાધુ-સંતો અને અખાડાઓ માટે વિશેષ ભંડારો તેમજ રોકડ ભેટપૂજા
રાજકોટઃ ગુરૂપૂર્ણિમાના મહાન પર્વ પ્રસંગે તા. ૨૯-૭-૨૬ ના રોજ શ્રી આપાગીગાના ઓટલે પધારનાર દરેક અખાડાના સાધુ-સંતો, મહંતશ્રીઓ, બ્રાહ્મણો, સીતારામ સાધુશ્રીઓ, ગીરી-પરી-ભારથી, રામદળ, શંભુદળ તેમજ રમતા પંચના સાધુઓ સહિત તમામ સંતો માટે વિશેષ ભંડારાનું આયોજન કરાયું છે. ભોજન મહાપ્રસાદ બાદ પંગતની સાથે સાથે તમામ સાધુ-સંતો અને મહંતોને મહંતશ્રી નરેન્દ્રબાપુ (ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા રોકડમાં યોગ્ય ભેટપૂજાઓ અર્પણ કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
વિશેષ મહાપ્રસાદ અને ફરાળની અનોખી વ્યવસ્થાઃ છપ્પનભોગ સમાન પ્રસાદ
રાજકોટઃ તા.૨૯-૭-૨૬, બુધવારના રોજ ગુરૂપૂર્ણિમાના પર્વે ભાવિકો માટે દિવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં દૂધપાક, પુરી, શુદ્ધ ઘીનો શીરો, શુદ્ધ ઘીનો મોહનથાળ, લાઈવ ભજીયા, લાઈવ ઢોકળા, દાળ-ભાત, કઠોળ અને લીલોતરીનું શાક, ચટણી, છાશ વગેરે પીરસાશે. આ ઉપરાંત ઉપવાસીઓ માટે વિશેષ ફરાળમાં શુદ્ધ ઘીનો રાજગરાનો શીરો, સામાની ખીર, સુકીભાજીનું શાક, બટેટાની વેફર, રાજગરાની પુરી, ફરાળી ચેવડો, મસાલાવાળા તળેલા સીંગદાણા, ફળ-ફ્રુટ, તળેલા મરચાં અને છાશની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૪ વર્ષથી અવિરત ધમધમતો નિઃશુલ્ક સેવા યજ્ઞ અને કબીર વાણીનો અમલ
રાજકોટઃ શ્રી આપાગીગાના ઓટલે છેલ્લા ૧૪ વર્ષથી કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર ૨૪ કલાક નિઃશુલ્ક ચા-પાણી, નાસ્તો અને રહેવા-જમવાની સુવિધાઓ અપાય છે. અહીં સમય જોયા વગર ભાવિકો અમીનો ઓડકાર ખાય છે. કબીર સાહેબે કહ્યું છે કે ૅકબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભૂખે કો અન્ન દેૅ. આ જ વાણી અને પ.પૂ. જીવરાજબાપુના ૅભક્તિ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોઈૅ ના સૂત્રને સાર્થક કરતા આ ધર્મસ્થાનની કીર્તિ માતાજીની મહેરબાની, ભોળાનાથ અને ઠાકરની દયાથી સાત સમંદર પાર સુધી પહોંચી છે.
(3:22 PM IST)










