તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
અનુષ્ઠાન એ એકાગ્રતા જાળવવાનું બ્રહ્માષા : સાંઇરામ દવે
નચિકેતા સ્કૂલમાં નવરાત્રી પર્વની અનોખી ઉજવણી : બાળકો દ્વારા અનુષ્ઠાનની આરાધના

રાજકોટ : સાંસ્કળતિક મૂલ્યો અને આધુનિક શિક્ષણના સુભગ સમન્વય સાથે કામ કરતી શૈક્ષણિક સંસ્થા નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ દ્વારા આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અનુષ્ઠાનની આરાધના કરવામાં આવી હતી. સંસ્કારના પાયા પર જ શિક્ષણની ઈમારત ચણી શકાય છે, શિક્ષણની ઇમારત પર સંસ્કાર કયારેય નહી ચણી શકાય. આ વાતને દ્રઢતા પૂર્વકમાની અને રાજકોટમાં છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ આવા શિક્ષણના અવનવા પ્રયોગો હંમેશા કરતી રહે છે. ઉપરોક્ત તસ્વીરમાં નાના-નાના ભૂલકાઓ કેટલા ભાવસભર રીતે માતાજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે. આ વર્ષે સંસ્થાના ૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ અનુષ્ઠાનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ઉત્સાહભેર વાલીઓ અને શાળાના શિક્ષકો પણ સક્રિય રીતે જોડાયા હતા. સહુએ સાથે મળીને મંત્ર જાપ, ધ્યાન અને યજ્ઞ-અનુષ્ઠાનની વિવિધ ક્રિયાઓમાં વિશેષ યોગદાન આપ્યું હતું. અનુષ્ઠાન દરમિયાન વિદ્યાર્થીઓએ હોટેલનું ફૂડ, મોબાઈલ, ફિલ્મ, સોશ્યલ મીડિયા વગેરેનો ત્યાગ કરીસંયમનો અદ્દભૂતત પરિચય આપ્યો હતો. આ તકે સંસ્થાના ફાઉન્ડર શ્રી સાંઈરામ દવેએ ભુલકાઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે અનુષ્ઠાન એ એકાગ્રતા જાળવવાનો બ્રહ્માષા છે. આ અનુષ્ઠાન માત્ર એક આધ્યાત્મિક કે ધાર્મિક પાસું નથી, પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક રહસ્ય અને ફાયદા પણ છુપાયેલા છે. નિયમિત ધ્યાન, મંત્ર જાપ અને યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય છે અને વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નચિકેતા યોજીત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખુબ જ સક્રિય રીતે જોડાતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમ નચિકેતા સ્કુલીંગ સીસ્ટમની યાદીમાં જણાવાયુ છે.
(2:55 PM IST)










