તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
મનપા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકોઃ વર્ષાબેન સોલંકી દંપતિ ભાજપમાં જોડાયા
વોર્ડ નં.૧૫માં સોરાણી દંપતી બાદ વધુ એક ગાબડુઃ સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે ખેસ પહેર્યો

રાજકોટ તા.૨૧: આગામી ૨૬મી એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષોમાં ગરમાવો વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં પક્ષપલટાની રાજનીતિએ જોર પકડ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી સમીકરણો ઉભા થઈ રહ્યા છે.
થોડા દિવસો પહેલા પૂર્વ કોર્પોરેટર સોરાણી દંપતિએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે હવે વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ૩૦ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને ૨૦૧૦ થી ૨૦૧૫ દરમિયાન જૂના વોર્ડ નંબર ૧૭ના કોર્પોરેટર તરીકે સેવાઓ આપનાર શ્રીમતી વર્ષાબેન સોલંકી અને તેમના પતિ એડવોકેટ રાણાભાઈ સોલંકીએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો હાથ પકડી લીધો છે.
આજરોજ તેમણે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે ખેસ પહેરી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ બનાવને કારણે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી પૂર્વે આવા પક્ષપલટા મતદારો પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.
(3:51 PM IST)










