<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઉછાળો પાંચ દિ'માં ડબ્‍બે ૭૦ રૂા. વધી ગયા

વરસાદ ખેચાતા તહેવારોની ઘરાકી નિકળતા ભાવ વધ્‍યા : કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો વધારો

રાજકોટ, તા., ૧૭: સીંગતેલમાં ભાવવધારાનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો છે. કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપીયા વધ્‍યા છે. સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રમાં વરસાદ ખેંચાતા અને તહેવારોની ઘરાકી નિકળતા સીંગતેલમાં આજે વધુ ૧પ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) નો ભાવ ૧૬૮પ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭૦૦ રૂા. બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૮૦ થી ર૮૩૦ રૂા. હતા તે વધીને ર૭૯પ થી ર૮૪પ રૂા. થયા છે. છેલ્લા પાંચ દિવસમાં સીંગતેલમાં ૭૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો વધારો થયો છે. કપાસીયા તેલ લુઝ ૧પ૪૦ રૂા. હતા તે વધીને ૧પપ૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૬પપ થી ર૭૦પ રૂા. હતા તે વધીને ર૬૬પ થી ર૭૧પ રૂા. થયા છે. 

(2:56 PM IST)