તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 8th May 2026
ઇશ્વરનું બીજુ રૂપ એટલે ‘મા': રવિવારે મધર્સ-ડે
મા એટલે મમત્વનો દરિયો...માતા પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર : વ્હાલી માતાને ભેટ આપવા હાર્ટ હેન્ડલ મગ,ડાયમંડ જવેલરી કડા, લોકેટ, શોપીસ, પરફયુમ, ચોકલેટ, બુકે સહિતની ઢગલાબંધ આઇટમો જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં ઉપલબ્ધ

રાજકોટઃ જેમના હૃદયમાંથી સદાય વાત્સલ્ય વહેતું રહે એવી માં એટલે મમત્વનો દરિયો! માતા પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર મધર્સ ડે તા. ૧૦ મે રવિવારે દેશભરમાં ઉજવાશે.
મે મહિનાનનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય છે. આ વર્ષ ૧૦ મે રવિવારે મધર્સ ડે, આ દિવસે માને ગીફટ તથા કાર્ડસ આપી વંદન કરીને મધર્સ ડે ની ઉજવણી વિશ્વભરમાં થાય છે.
જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઈ તથા હસનેનભાઈએ તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિરની લાઈનમાં ગાર્ડન સામે આપેલ જોહર ગેલેરીનાં જોહરભાઈએ મધર્સ ડે ની ગીફટ તથા કાર્ડસ અંગે જણાવ્યું હતું નવી ગીફટોમા ગ્લાસ પર લખેલ મધર લખાણ, મધર અને સન વાળા શોપીસ, મધર્સના કોટેશન વાળી વુડન ફેમ, રીસ્ટવોચ, કીચનમાં આઈ લય મોમ, ચોકલેટ, સેશ, વુડન પેન સ્ટેન્ડ વીચ વોચ, સિરામિક મગ, બીગ મગ, હાર્ટ હેન્ડલ મગ અને પર્સનલાઈઝ મગ એમ ઘણી પ્રકાર ના મગ છે.
ઉપરાંત જવેલરીવાળુ કોમ્બો સેટ તથા ઘડિયાળ વાળા કોમ્બો સેટ આવેલ છે, ડાયમંડની જવેલરી કડા, સીંગાપુર કંપનીની ઝેડ.એમ.ની કોસ્મેટીક આઈટમ જેમ કે ફેઈસવોસ, લીપ બામ, ડીઓ વગેરે, કોમ્બો વોચ વીથ જવેલરી પરફ્યુમ, લેડીઝ ફેન્સી ગોગસ, પ્રખ્યાત કંપનીની સેલીબ્રેશન ચોકલેટ, ચોકલેટ બુકે, દુબઈના ઘણીજ પ્રકાર પરફયુમ, પ્રસનલાઇઝમા નામવાળા વોલેટ, કીચેઈન, કોમ્બો વોલેટ, પેન, કીચેઇન, લાઈટીંગ એલ.ઈ.ડી ફ્રેમ, લેડીઝના નામવાળા કડા, લોકેટ, મધર્સ ડેના કાર્ડસમા એવરીડે ઈઝ ફુલ ઓફ મધર્સ લવ, ફોર યુ મધર, ટુ ધ મોસ્ટ લવીગ મધર, ફોર ધ વર્લ્ડસ બેસ્ટ મોમ એવર વિથ લવ, મધર આઇ લવ યુ યુ મીનએવરીથીંગ ટુ મી વગેરે હેડીંગવાળા કાર્ડસ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે.
મધર્સ ડેનો ઈતિહાસ શું છે?:મે મહિનાનનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાય તો છે પણ તેનું મુખ્ય તાત્પર્ય શું હતું તે બાબતથી સૌ અજાણ છે. આન્ના મારીયા રેવીસ જાવીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. ૧૮૫૦માં મધર્સ વર્ક ક્લબની સ્થાપના કરી હતી જેનો મુખ્ય હેતુ ગરીબ વિસ્તારના લોકોને સહાય કરવાનો અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનું હતો. ૧૮૫૦માં અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ દ્યાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર આપી.
આ કાર્ય તેમણે દેશનાં કોઈ ભેદભાવ વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણીને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી. શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યત જાળવી રાખ્યો. ૧૨ મે ૧૯૦૭ના આન્ના મારીયાનું અવસાન થયુ ત્યારબાદ તેમની પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત યાદગાર રાખવા તેમજ વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવો મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યું. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી આ ઉજવણી સીમિત હતી. પરંતુ રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય રજાનો દિવસ જાહેર કર્યો. ત્યારથી આ દિવસ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
(3:17 PM IST)










