તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સૌરાષ્ટ્ર ભરમાં ભારે ચકચાર જગાવનાર અમિત ખુટ આપઘાત કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના હાઇકોર્ટમાં જામીન મંજૂર

રાજકોટ, તા.૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમા ચકચાર મચાવનાર રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં સંડોવાયેલા રાજદિપસિંહ જાડેજા બાદ પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા એ જેલ મુક્તિ માટે હજુ રાહ જોવી પડશે.
આ કેસની હકીકત મુજબ રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો. અમિત ખૂટે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ, બે વકીલ અને દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્યા હોય જે તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમા મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ગોંડલ સેશન્સ કોર્ટએ રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે.
બાદ અનિરુદ્ધસિંહ જાડેજાની સેશન્સ કોર્ટે જામીન અરજીના મંજૂર કરતા જેની સામે હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલના અંતે અનિરુદ્ધસિંહની હાઇકોર્ટે જામીન અરજી મંજૂર કરી છે. પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં આજીવન સજા માફી હાઇકોર્ટેએ રદ કરતા જેની સામે અનિરુદ્ધ સિંહ જાડેજાએ માગેલી દાદમા સર્વોચ્ચ અદાલતના હુકમના આધારે સરેન્ડર થયા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્તિ માટે હજુ રાહ જોવી પડશે.
(2:26 PM IST)










