News of Tuesday, 23rd June 2026
આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રારંભઃ ૩ દિવસમાં હજારો બાળકો જોડાશે
મનપા દ્વારા પ્રારંભિક શિક્ષણ, પોષણ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા અભિયાન

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી અંતર્ગત ત્રણ દિવસીય દરમિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકોને પ્રારંભિક શિક્ષણ, પોષણ અને આરોગ્ય સેવાઓ સાથે જોડવાનો સંકલ્પ કરાયો હતો. આ અંગે મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેન ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે સુમેળ સાધી, આ વિશેષ અભિયાન તા. ૨૩ જૂન, ૨૦૨૬ થી ૨૫ જૂન, ૨૦૨૬ દરમિયાન શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યું છે. પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના તમામ પ્રવેશપાત્ર બાળકોનું મહત્તમ પ્રમાણમાં નામાંકન સુનિヘતિ કરી તેમને પ્રારંભિક બાળ શિક્ષણ, પોષણ, આરોગ્ય તપાસ, રસીકરણ તથા અન્ય સંકલિત બાળ વિકાસ યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાનો છે. આ અભિયાન અંતર્ગત વાલીઓમાં બાળ શિક્ષણના મહત્વ અંગે જાગળતિ લાવવાની સાથે બાળકોને બાળપણથી જ શિક્ષણ સાથે જોડવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે રાજકોટ શહેરના ધારાસભ્યશ્રીઓ શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી રમેશભાઈ ટીલાળા,શહેર ભાજપ પ્રમુખશ્રી ડો. માધવભાઈ દવે, શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના મહામંત્રીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, ICDS વિભાગના અધિકારીઓ, કન્સલ્ટન્ટશ્રીઓ, મુખ્ય સેવિકાશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં બાળકો કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને તિલક કરી, કંકુ પગલા કરાવી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જવા રંગોળી, બલૂન ડેકોરેશન, બાળમિત્ર સજાવટ અને સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
(3:26 PM IST)










