News of Thursday, 7th May 2026
થેલેસેમિયાના દર્દી અને તેમના પરિવારજનો માટે રવિવારે સાંજે આનંદ મેળાનું આયોજન

રાજકોટ તા. ૭ : આવતીકાલે તા. ૮ના વિશ્વ થેલેસેમીયા દિવસ છે. જે નિમિતે થેલેસેમીયાના દર્દીઓ અને તેમના પરિવારજનોને આનંદ કરાવવા તા. ૧૦ ના રવિવારે આનંદમેળાનું આયોજન કરાયુ છે. આયોજકોએ વર્ણવેલ વિગતો મુજબ તા. ૧૦ ના રવિવારે સાંજે પ થી રાત્રે ૯ સુધી ઋષભ વાટીકા પાર્ટી પ્લોટ, કટારીયા ચોકડી પાસે થેલેસેમીક દર્દી અને તમેના પરિવારજનો માટે આયોજીત આ આનંદ મેળા દરમિયાન વિવિધ રમત ગમત, મ્યુઝીકલ પાર્ટી અને છેલ્લે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમ નિઃશુલ્ક છે, પરંતુ આ માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. રજીસ્ટ્રેશન અને વધુ વિગતો માટે મો.૯૬૬૭૭ ૫૫૪૭૪, મો.૮૪૯૦૯ ૨૮૨૪૭, મો.૯૫૧૨૪ ૮૮૪૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર થેલેસેમીયાના દર્દીઓને શ્યોર ગીફટ ઉપરાંત રમતગમતમાં વિજેતા બનનારને વિશેષ ઇનામોથી નવાજવામાં આવશે.
કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે પ્રીતિબેન ભટ્ટ, સી.એમ. શેઠ, ડો. રાજેન્દ્રભાઇ રાઠોડ, હિતેનભાઇ પારેખ, જયદીપભાઇ પંડયા, ગાર્ગીબેન એન્કર, જસ્મીનભાઇ પંડયા, દીપકભાઇ દેસાઇ, ઉમેશભાઇ શેઠ, લક્ષ્મીબેન સિવિલ, ઉમાબેન સિવિલ, દીપમાલાબેન સિવિલ, ડો. નિરાલીબેન ચંદન, અનુપમભાઇ દોશી, રવિભાઇ ધાનાણી, જીતુલભાઇ કોટેચા, કેતનભાઇ લશ્કરી, અજયભાઇ વખારીયા, ઉમેશભાઇ મહેતા વગેરે ઉપસ્થિતચ રહેશે.
સમગ્ર આયોજન માટે હિરેનભાઇ મંગલાણી, પંકજભાઇ અમેઠીયા, કલ્પેશભાઇ ગમારા, દુર્ગેશભાઇ ગંગેરા, વિજયભાઇ પુનવાણી તથા બડા બજરંગ ફાઉન્ડેશનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હિરેનભાઇ મંગલાણી, પંકજભાઇ અમેઠીયા, દુર્ગેશભાઇ ગંગેરા, ધ્રુમલ ધામેશીયા, બ્રીજરાજસિંહ રહેવર, જસ્મીન જીલરીયા, જીજ્ઞેશભાઇ સારેસા નજરે પડે છે.
(2:10 PM IST)










